Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉનાળો છે.. વેકેશન છે... ત્યારે વ્યવહારૂ વલણ જરૂરી
જામનગર તા. ર૪: જામનગરમાં તળાવની પાળ ગેઈટ નંબર ૧ માં પાર્કિંગને રાત્રે ૧૧ થી ૧૧-૩૦ વચ્ચે ખાલી કરાવી નાંખવામાં આવે છે. હકીકતે ઉનાળો અને વેકેશન હોય, જ્યારે રાત્રે ૧ર વાગ્યા સુધી લોકો ત્યાં બેસી શકે તે માટે મંજુરી આપવી જોઈએ. બીજી તરફ ચબૂતરા પાસે અમુક ધંધાર્થીઓ કોઈને ત્યાં બેસવા દેતા નથી અને આવરા-લુખ્ખા તત્ત્વોનો ત્રાસ છે. હકીકતે તો જાહેર ફરવાના સ્થળે પોલીસ બંદોબસ્ત રાખવો જોઈએ, પરંતુ ક્યારેક પોલીસ જીપ ચક્કર લગાવે છે.
હાલ ઉનાળુ વેકેશન ચાલે છે. કાળઝાળ ગરમીમાં સામાન્ય, નાગરિક-પરિવારના લોકો ગરમીમાંથી રાહત મેળવવા કામ-ધંધેથી છૂટ્યા અને ભોજન કર્યા પછી મોડી રાત્રે તળાવની પાળે બેસવા આવે છે, પરંતુ ગેઈટ નંબર ૧ ના પર્કિંગને રાત્રે ૧૧ વાગ્યા પછી ખાલી કરાવવામાં આવે છે. ત્યાં બેસેલા લોકોને તગેડવામાં આવે છે. હકીકતે તો રાત્રે ૧ર વાગ્યા સુધી તળાવની પાળે ગેઈટ નંબર ૧ ની જગ્યા ખુલ્લી રાખવી જોઈએ જેથી લોકો ત્યાં બેસી-પવનની લહેરખીની મોજ માણી શકે.
બીજી તરફ ત્યાં જ સામે આવેલ ચબૂતરા પાસેની જગ્યામાં અમુક ધંધાર્થીઓએ દબાણ કરી લીધું છે. આથી લોકોને ત્યાં બેસવા દેવામાં આવતા નથી.
તળાવની પાળ એ હરવા-ફરવાનું જાહેર સ્થળ છે. ત્યાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ ક્યાંય પોલીસ જોવા મળતી નથી. હા ક્યારેક 'સિંઘમ'ની ગાડી સાયરન વગાડતી પસાર થઈ જાય છે તેટલીવાર માટે ધંધાર્થીઓ શાંતિ રાખે છે. આ પછી ફરી તે પોતાનો ધંધાર્થીઓ પોત પ્રકાશે છે. હકીકતે આવા જાહેર હરવા-ફરવાના સ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હોવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial