Advertisement
Author: નોબત સમાચાર

ફોલ્ટવાળું સ્કૂટર પધરાવી દેવા અંગે ગ્રાહકે કન્ઝયુમર કોર્ટનો લીધો આશરો

કંપની તથા રીટેઈલરને હાજર થવા હુકમઃ

જામનગર તા. ર૪: જામનગરના એક આસામીએ ટીવીએસ કંપનીના ખરીદેલા સ્કૂટરમાં અવારનવાર તકલીફ ઉભી થતાં આખરે કંટાળી જઈ આ ગ્રાહકે કંપની તથા સ્કૂટરના રીટેઈલર સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ધા નાખી છે.

જામનગરના ચંદુભાઈ બિજલભાઈ ખરા નામના આસામીએ ટીવીએસ કંપનીનું જ્યુપીટર સ્કૂટર જાન્યુઆરી ૨૦૨૩માં ખરીદ્યા પછી થોડા જ દિવસોમાં તે સ્કૂટરમાં સ્ટાર્ટ ન થવાનો પ્રોબ્લેમ શરૂ થયો હતો. તે સ્કૂટર કંપનીમાં સર્વિસ માટે મુકાયા પછી ૧૧ મહિનામાં ૬ વખત તે જ પ્રોબ્લેમ ફરીથી શરૂ થઈ જતો હતો.

આ બાબતે વારંવાર કંપનીમાં સ્કૂટર મોકલવું પડતું હતું અને છેલ્લે આ સ્કૂટરમાં ટેકનિકલ પ્રોબ્લેમ હોવાનું જણાઈ આવતા ચંદુભાઈએ વાહનની કંપની તથા તેના રીટેઈલરને નોટીસ પાઠવ્યા પછી ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh