Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જનતાને આંદોલનમાં ઉમટી પડવા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની હાકલ

સ્માર્ટ મીટરના વિરોધમાં કોંગ્રેસની શાંત જનઆંદોલનની જાહેરાત...

જામનગર તા. ર૪: જામનગર શહેરમાં સ્માર્ટ મીટર સામેનો વિરોધ વધુને વધુ ઉગ્ર તથા વ્યાપક બની રહ્યો છે. તેમાં લોકોમાં સ્વયંભૂ પ્રગટેલા રોષમાં હવે આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ પણ વિરોધનું રણશીંગુ ફૂંક્યું છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ એક નિવેદનમાં જામનગરની જનતાને સ્માર્ટ મીટર વિરૂદ્ધની શાંતિપૂર્ણ લડતમાં જોડાવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉપર ભાજપ સરકારે સ્માર્ટ મીટરના નામે એડવાન્સમાં નાણા ઉઘરાવવાનો કારસો કરી મોટો આર્થિક બોજો નાખ્યો છે. બેરોજગારી, મોંઘવારીમાં પીસાતી જનતા હવે સ્માર્ટ મીટરનો માર સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. સરકારે પહેલા સ્માર્ટ શાખા, સ્માર્ટ આરોગ્ય કેન્દ્રો, સ્માર્ટ ગામડા બનાવવાની જરૂર છે.

તેમણે જામનગરની જનતાને ઘર-ઘરમાંથી, ભાઈઓ-બહેનો, યુવાનો, વડીલોને સ્માર્ટ મીટર વિરૂદ્ધની લડતમાં જોડાવા અપીલ કરી છે.

તા. ર૭-પ-ર૪ ના સવારે ૧૦ વાગ્યે લાલબંગલા સર્કલ પાસે સ્માર્ટ મીટર વિરૂદ્ધ પ્રદર્શન થનાર છે. તેમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. આ પ્રશ્ન ગરીબ, મધ્યમ વર્ગ, મજૂર વર્ગ, દલિતોને સ્પર્શતો ગંભીર આર્થિક પ્રશ્ન છે ત્યારે દરેક પીડિત વ્યક્તિ ઉપસ્થિત રહે અને સરકારને જનતાની તાકાતના દર્શન કરાવે, સરકાર વિરૂદ્ધની શાંતિપૂર્ણ લડતમાં તેમનો બુલંદ અવાજ રજૂ કરે તે માટે પણ જાહેર જનતાને વિશાળ સંખ્યામાં લડતમાં જોડાવા દિગુભા તથા મન૫ા વિપક્ષના નેતા ધવલ નંદાએ આહ્વાન કર્યું છે.

તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કોંગ્રેસનો આગેવાની લેવાનો કોઈ આશય નથી. આ સમસ્યાને રાજકીય સ્વરૂપ આપવાનો પણ કોઈ હેતુ નથી, પણ કોંગ્રેસ હંમેશાં ગરીબ અને મધ્યમ વર્ગ સહિત આમ જનતાના પ્રશ્ને હંમેશાં લોકોની સાથે જ છે અને આ પ્રશ્ને પણ કોંગ્રેસ સમગ્ર જનતાને સંપૂર્ણ સાથ આપશે જ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh