Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા પંથકમાં ખનીજ ચોરી અંગે ખાણખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી

ખંભાળીયા તા. ર૪: ખંભાળીયા મામલતદારશ્રી વિક્રમ વરૂ દ્વારા ખંભાળીયા તાલુકાના કંડોરણા ગામે સરકારી જમીનમાંથી મોરમ કાઢતા એક જેસીબી તથા ચાર ટ્રેક્ટરો સાથે ૧૮ લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હોત. આ પછી આ કેસની તપાસ કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગને સોંપવામાં આવતા ખાણખનીજ અધિકારી કે.જે. રાજપરાના માર્ગદર્શનમાં ખાણ-ખનીજ ઈન્સપેક્ટરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ખંભાળીયા તાલુકાના કંડોરણા ગામે સરકારી જમીનમાંથી મોરમ માટીનું ખનીજ ખોદીને ચોરી કરનારા શખ્સોને નોટીસો અપાઈ હતી. જે પછી દંડનાત્મક કામગીરી શરૂ થશે.

આ ઉપરાંત જે સરકારી જમીનમાંથી માટી કાઢવામાં આવી હતી. ત્યાં થયેલા ખાડાની પણ માપણી થશે.

દ્વારકા જિલ્લા એલ.સી.બી. દ્વારા કલ્યાણપુર પંથકમાંથી પ૩ ટન બોકસાઈટ ભરેલા બે ટ્રકોને પકડવામાં આવ્યા હોય, તે અંગે પણ તપાસ તથા કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગે હાથ ધરી છે.

દરોડાથી ગેરકાયદે ખોદકામ બંધ...!

પોલીસ રેવન્યુ વિભાગના દરોડાના પગલે ગેરકાયદે ખનીજ ખોદવાની કામગીરી હાલ બંધ થઈ ગઈ છે. માટી-મોરમ તો ગમે ત્યાંથી ગમે ત્યારે ખોદીને ઉપયોગમાં લઈને વ્યાપક ખનીજ ચોરી ભરતીની માટી માટે થતી હોવાનું પણ કહેવાય છે...!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh