Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું ૨૫ મે ના મતદાનઃ પ્રચાર-પડઘમ શાંત

આઠ રાજ્યોની પ૮ બેઠક માટે

નવી દિલ્હી તા. ર૪: લોકસભાની ચૂંટણીને છઠ્ઠા તબક્કા માટે રપ મે ના ૮ રાજ્યોની પ૮ બેઠક પર મતદાન થવાનું છે.

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન રપ મે ના યોજાશે. મતદાનને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વોટિંગને લઈને ચૂંટણી પંચ અને પોલીસ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યું છે.

છઠ્ઠા તબક્કામાં રપ મે ના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ૮ લોકસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કુલ ૮૮૯ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ રર૩ ઉમેદવારો હરિયાણામાં છે અને ઓછામાં ઓછા ર૦ ઉમેદવારો જમ્મુ અને કાશ્મીરમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

સુલતાનપુર, શ્રાવસ્તી, પ્રતાપગઢ, ફુલપુર, પ્રયાગરાજ, ડુમરિયાગંજ, બસ્તી, આંબેડકરનગર, સંત કબીરનગર, જાનપુર, ભદોહી, લાલગંજ, મચલીશહર અને આઝમગઢ, સંસદીય બેઠકો ઉપરાંત બલરામપુર વિધાનસભાની બેઠકો માટે મતદાન થશે. અહીં સવારે સાતથી છ વાગ્યા સુધી મતદાન થશે. બિહારમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, વાલ્મિકીનગર, શિવહર, સિવાન, વૈશાલી, મહારાજગંજ અને ગોપાલગંજમાં મતદાન થઈ રહ્યું છે.

છઠ્ઠા તબક્કામાં હરિયાણાની તમામ ૧૦ લોકસભા સીટો પર એક સાથે મતદાન થશે. આ તબક્કામાં હિસાર, કરનાલ, અંબાલા, સોનીપત, કુરુક્ષેત્ર, સિરસા, રોહતક, ગુડગાંવ, ભિવાની-મહેન્દ્રગઢ અને ફરીદાબાદ લોકસભા બેઠકો પર મતદાન થશે.

જમ્મુ-કાશ્મીરની અનંતનાગ -રાજૌરી લોકસભા સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થવાનું હતું. પરંતુ ખરાબ હવામાનને કારણે છઠ્ઠા તબક્કા માટે મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું. ઝારખંડની રાંચી, ગિરિહીડ, ધનબાદ અને જમશેદપુર લોકસભા બેઠકો પર છઠ્ઠા તબક્કામાં ચૂંટણી યોજાશે.

ઓડિશામાં કેઓંઝર, સંબલપુર, કટક, ઢેંકનાલ, પુરી, ભુવનેશ્વર લોકસભા બેઠકો પર મતદાન થશે. આ બેઠકો માટે ૬૪ ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં સાંબલપુરના કુચિંડા અને રાયરાખોલ વિધાનસભા ક્ષેત્રમાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન થશે. દેવગઢ વિધાનસભામાં સવારે ૭ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી મતદાન થશે. બાકીની લોકસભા સીટો પર સવારે ૭ થી ૬ વાગ્યા સુધી મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં ઘાટલ, તમલુક, કાંઠી, પુરુલિયા, ઝારગ્રામ, મેદિનીપુર, બાંકુરા, બિષ્ણુપુર લોકસભા બેઠકો પર મતદાન થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh