Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં એરપોર્ટ બનાવવા ખાસ અધિકારીની ગ્રામ્ય વિસ્તારની મુલાકાત

ખંભાળીયા તા. ર૪ : ગુજરાત તથા કેન્દ્ર સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસના સંદર્ભમાં દ્વારકા જિલ્લાના ચારધામ પૈકીના એક યાત્રાધામ દ્વારકામાં એરપોર્ટ બનાવવાનું આયોજન કરવામાં આવેલું છે. તાજેતરમાં ગાંધીનગરથી આઈએએસ અધિકારી તથા ખાણ ખનીજ વિભાગના કમિશ્નર તથા એરપોર્ટ અંગેનો રાજ્ય સરકારનો વિભાગ સંભાળતા આઈએએસ સીનીયર અધિકારી ધવલ પટેલનું દ્વારકા આગમન થયું હતું.

દ્વારકાની નજીકના વિસ્તારોમાં ગામડાઓમાં તેમણે એરપોર્ટ માટેની જમીન માટે કેટલાક ગામોની મુલાકાત લીધી હતી. જેમની સાથે દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા પણ જોડાયા હતાં.

અગાઉ દ્વારકા વિસ્તારમાં વસઈ પાસે એરપોર્ટ માટે જમીન નક્કી કરવામાં આવી હતી. પરંતુ આ        જમીન સોયલ ટેસ્ટમાં નિષ્ફળ જતાં, હવે નવી જમીન શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

દ્વારકામાં હાલ ટ્રેઈન બસની સવલત છે પણ એરપોર્ટની સુવિધા ઉભી થાય તો દૂરના સ્થળે દેશ-વિદેશમાંથી યાત્રિકો આરામથી ત્યાં પહોંચી શકે તે માટે એરપોર્ટનું આયોજન થયું છે. આમેય દ્વારકા જિલ્લામાં કયાંય એરપોર્ટ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh