Advertisement
Author: નોબત સમાચાર

હનુમાન ટેકરીમાં અકળ કારણથી યુવાને ગળાફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા

પોલીસે કારણ જાણવા શરૂ કરી તપાસઃ

જામનગર તા. ૨૪: જામનગરની હનુમાન ટેકરીમાં વસવાટ કરતા રીક્ષા ડ્રાઈવર પ્રૌઢના ચોવીસ વર્ષના પુત્રએ ગઈકાલે પોતાના ઘરમાં અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી મૃતદેહ પી.એમ. માટે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જામનગરની હનુમાન ટેકરી પાસે આંબેડકર ગેઈટ નજીક રહેતા રમેશભાઈ રાજાભાઈ ચાવડા નામના પ્રૌઢના ચોવીસ વર્ષના પુત્ર જીતેન્દ્રએ ગઈકાલે બપોરે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી લોખંડના પાઈપમાં ચુંદડી બાંધી ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો છે.

આ બનાવની ત્રણેક વાગ્યે પરિવારને જાણ થતાં જીતેન્દ્રને નીચે ઉતારી ચકાસવામાં આવ્યા હતા. જેમાં આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પિતા રમેશભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh