Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોવાઈ ગયેલા ૨૬ મોબાઈલ પણ પરત સોંપી અપાયાઃ
ખંભાળિયા તા. ૨૪: દ્વારકા જિલ્લાના પોલીસ મથકોના ઈન્સ્પેક્શન માટે આવેલા રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઈમનો ભોગ બનેલા ૨૪ અરજદારોને રૂ. ૧૯ લાખ ઉપરાંતની તેમની રકમ પરત આપવામાં આવી છે અને ૨૬ મોબાઈલધારકોને તેમના ખોવાઈ ગયેલા મોબાઈલ પરત આપવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ મથકોના વાર્ષિક ઈન્સ્પેક્શન માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આવ્યા છે. તેઓની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૩-૨૪માં સાયબર ક્રાઈમ પોલીસ મથકે સાયબર ક્રાઈમનો ભોગ બનનાર ૨૪ નાગરિકોને તેઓની રૂ. ૧૯,૪૪,૭૮૧ની રકમ પરત અપાવી છે. તે રકમ અદાલતમાંથી હુકમ મેળવાયા પછી રેન્જ આઈજીના હસ્તે જે તે નાગરિકોને પરત આપવામાં આવી છે. જ્યારે મોબાઈલ ગુમ થયાની અરજીઓ અંગે કરાયેલી તપાસમાં ૧૦ દિવસમાં ૨૬ મોબાઈલ પરત સોંપી આપવામાં આવ્યા છે. અંદાજે રૂ. ૪,૧૦,૩૮૨ના મોબાઈલ તેમના માલિકોને પરત આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial