Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરમાંથી વર્લીબાજ મળી આવ્યોઃ
જામનગર તા. ર૪: લાલપુર શહેરમાંથી ગઈકાલે પોલીસે એક શખ્સને વર્લીના આંકડા લખતો પકડી પાડ્યો છે. ખંભાળિયાના દખણાદા બારા ગામ પાસેથી ત્રણ શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે. એક નાસી જવામાં સફળ થયો છે. પટમાંથી રોકડ, ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે.
લાલપુર શહેરના ગોહિલ વાસ પાસે ગઈકાલે બપોરે જાહેરમાં વર્લીના આંકડા લેતા જયસુખ પાલાભાઈ ખરા નામના શખ્સને લાલપુર પોલીસે પકડી લઈ વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રોકડ કબજે કરી છે.
ખંભાળિયા તાલુકાના દખણાદાબારા ગામ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી ઉમેદસિંહ ભાવસંગજી જાડેજા, નારણજી માડમજી જેઠવા, જામુભા રામસંગજી જાડેજા નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પોલીસને જોઈને બળદેવસિંહ રવુભા જાડેજા નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે પટમાંથી રૂ. ૩૮૬૦ રોકડા, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ. ૧૮,૮૬૦નો મુદ્દામાલ કબજે લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial