Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટીવી સિરિયલોમાં અભિનય પ્રતિભા ઝળકાવીઃ
જામનગર તા. ર૪: જામનગરની કૃતિકા ખીરા મુંબઈમાં જઈ ટીવી-ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી ઘડવાના સંકલ્પને સિદ્ધ કરી રહી છે.
ટીવી ચેનલ પર યહ હૈ ચાહતે તથા ભાગ્યલક્ષ્મી જેવી પ્રાઈમ ટાઈમે પ્રસારિત ટીવી સિરિયલોમાં કૃતિકાએ તેને મળેલી ભૂમિકાને સુપેરે નિભાવી હતી. તેમાં ય ભાગ્યલક્ષ્મીમાં અનુષ્ઠાના રોલમાં તેની અભિનય શક્તિએ હિન્દી ફિલ્મ જગતના ખ્યાતનામ નિર્માતા-દિગ્દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. પરિણામ સ્વરૂપે કૃતિકાને કમલ ચાંદ્રાએ 'હમોરે બારાહ' ફિલ્મમાં સેકન્ડ લીડ અભિનેત્રીનો રોલ આપ્યો....
ભારતમાં વસતિ વધારો એક અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક મુદ્દો રહ્યો છે. આ ફિલ્મનું ટાઈટલ પહેલા 'હમ દો હમારે બારાહ' હતું. પણ ત્યારપછી તેનું શીર્ષક હમારે બારાહ કરવામાં આવ્યું છે.
અનુ કપૂર જેવા દિગ્ગજ અભિનેતા સાથે કૃતિકા ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં રજૂ થઈ છે. આ ફિલ્મ ૭ મી જૂને દેશભરમાં રિલિઝ થનાર છે ત્યારે આ ફિલ્મના રિલિઝ થયેલા ટ્રેઈલર અને વીડિયો ક્લિપ્સે પણ આકર્ષણ, ઉત્કંઠા સાથે ચર્ચા જગાવી છે.
કૃતિકાએ 'નોબત' સાથે ટેલિફોનિક વાતચીતમાં ખૂબ જ આનંદ સાથે જણાવ્યું હતું કે, આ ફિલ્મ હીટ પૂરવાર થશે. આ ઉપરાંત અન્ય ફિલ્મોની પણ ઓફરો મળી છે.
હિન્દી ફિલ્મ જગતમાં આગામી સમયમાં દરેક ભૂમિકામાં સમર્પિત થઈને એક્ટીંગ કરવાની માહિરતાના કારણે તેમજ એક સૌંદર્યવાન યુવા અભિનેત્રી તરીકે હિન્દી ફિલ્મોમાં મુખ્ય હિરોઈનની ભૂમિકામાં જોવા મળશે તે નક્કી છે. જામનગરના સુપ્રસિદ્ધ દિગ્દર્શક મેહુલ કુમાર અને જામનગરના દિનેશ લાંબા જેવા કલાકારો પછી કૃતિકા ખીરાએ મુંબઈમાં ટીવી તથા હિન્દી ફિલ્મ જગતમાં જામનગરનું નામ અભિનય ક્ષેત્રે ગૂંજતું કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial