Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નમામી દેવી નર્મદેઃ રોજ પાંચ કરોડ લીટર પાણીની ફાળવણીઃ
ખંભાળિયા તા. ર૪: દ્વારકા જિલ્લાના ર૩૯ માંથી ૧પ૦ ગામોને નર્મદાના નીર અપાઈ રહ્યા છે.
હાલ ઉનાળો ચાલે છે ત્યારે ગ્રામ્ય જનતા દ્વારકા પંથકની નમામી દેવી નર્મદેની જેમ ર૩૯ ગામોમાંથી ૧પ૦ ઉપરાંતના ગામો નર્મદાના પાણી પર આધારીત હોય, નર્મદાનું જળ એ દ્વારકા જિલ્લા માટે 'જીવન'ની સ્થિતિ બની ગયું છે.
દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર, દ્વારકા તથા ખંભાળિયા, ભાણવડ એમ કુલ બે સ્થળે મેઈ લાઈનોમાંથી નર્મદાનું પાણી આવે છે. જે પાઈપલાઈનો મારફતે જે તે ગ્રામ પંચાયતોને તેમની માંગ અને આવતા જથ્થા મુજબ વિતરણ કરવામાં આવે છે.
દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં ૮૬, ભાણવડમાં પર, દ્વારકામાં ૩૯ તથા કલ્યાણપુરમાં ૬ર મળી કુલ ર૩૯ ગામો આવેલા છે. જેમાંથી ૧પ૦ ઉપરાંત ગામો નર્મદાના પાણી ઉપર આધારીત છે. ગામોના સ્થાનિક જળ સ્ત્રોતોમાં પાણી ઓછા કે ખાલી થઈ ગયા છે કે પછી અન્ય જળ સ્ત્રોતો નથી. હાલ ઉનાળો હોય, મોટાભાગના બોર-કૂવા, તળાવ, ડેમોમાં પાણી તળિયે કે ખલાસ છે ત્યારે નર્મદાનું પાણી જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોજ સાડાચારથી પાંચ કરોડ લીટર પાણીની અંદાજીત આવક છે. ખંભાળિયા, ભાણવડ પંથકમાં બે કરોડ જેટલું તથા કલ્યાણપુર પંથકમાં અઢી કરોડ જેટલું રોજ પાણી આવે છે. ગ્રામ પંચાયતો સાથે સંકલન કરીને રોજ ખંભાળિયામાં પા.પુ.ના કાર્ય. ઈજનેર બારોટ તથા કલ્યાણપુર ના.કા. ઈજનેર ચૌહાણ દ્વારા કાર્ય ઈજનેર જુમેનાબેનના માર્ગદર્શનમાં વ્યવસ્થા કરાય છે. રોજ પાણીની માંગ વધે છે. દ્વારકા જિલ્લાના મોટાભાગના ડેમો તળિયાઝાટકની સ્થિતિ હોય, બોર-કૂવામાં પાણી તળિયે હોય, નર્મદા ઉપર જ આધાર હોય, રોજ પાણીની માંગ વધે છે તથા કેટલીક વાર ફોલ્ટ થતા કલાકો સુધી પાણી પુરવઠો ખોરવાઈ જાય છે.
ચોટીલા પાસેની પાણીની વ્યવસ્થા મેઈન લાઈન આવે છે. જે હડાણા તથા કાલાવડ થઈને દ્વારકા જિલ્લામાં ૧૧૧ કિ.મી.નું અંતર કાપીને આવે છે. આ તમામ લાઈનોમાં કલાકો ફોલ્ટ થતા કે વીજ પુરવઠો બંધ રહે ત્યારે કે વીજકાપ આવે ત્યારે અથવા ત્યાંથી પાણી આવ્યા પછી સ્થાનિક ગામોના પંપોમાં પણ વીજ પુરવઠો બંધ થતા કલાકો પાણીની લાઈન બંધ રહેતા લોકોને પરેશાની થાય છે.
રોજ પાણીની માંગ વધતી જાય છે જેમ કે ખંભાળિયા-ભાણવડમાં નર્મદાના પાણીની માંગ બન્ને થઈને ૩૦ થી ૪૦ લાખ લીટર થવા પામી છે. તેમ માંગ વધતા લાઈનની ક્ષમતા પ્રમાણે જો રેગ્યુલર વીજ પુરવઠો તથા પાણીની લાઈનમાં ભંગાણ કે ફોલ્ટ ના આવે તો નિયમિત રીતે ચાલતું હોય વીજ ફોલ્ટ ના થાય તેની પણ ધ્યાન રાખવા માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial