Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૪: જામનગર જિલ્લા ગ્રામ્ય પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા વીસીઈ દ્વારા તેમની વિવિધ માંગણીઓ રજૂ કરી આવેદનપત્ર પાઠવી તાકીદે ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે વી.સી.ઈ.ને એક યોગ્ય અને કુશળ કર્મચારી ગણી તેનો યોગ્ય મોંઘવારી મુજબ વેતન આપવામાં આવે, વી.સી.ઈ. દ્વારા થતી કામગીરી માટેનું વેતન/કમિશન/રકમ નક્કી કરવા માટે વીસીઈ યુનિયનને સાથે રાખીને આયોજન કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન ઉદ્ભવે અને દર વર્ષે તેને અપડેટ મોંઘવારી મુજબ કરવામાં આવે. સરકાર દ્વારા જે વેબ પોર્ટલો ઓપન કરવામાં આવે તેના કમિશન/વેતન/કિંમત વી.સી.ઈ. બજાર કિંમત સાથે લઈ શકે દા.ત. આરઓઆર પોર્ટલ, આઈ-ખેડૂત વિગેરે... તે માટે વીસીઈને સાથ-સહકાર આપવામાં આવે. એમએસપી અંતર્ગત કામગીરી વી.સી.ઈ. દ્વારા કરવામાં આવે છે, પરંતુ આજદિન સુધી એકાદ કે બે પેમેન્ટ બાદ કરતા એક પણ પેમેન્ટ વીસીઈને મળેલ નથી. તો આ બાબતે યોગ્ય વેતન મેળવવા માટે વી.સી.ઈ. યુનિયન પોતાના ઠરાવ મુજબ વેતન મેળવી શકે અથવા ઓપન પોર્ટલ કરી આપવામાં આવે એટલે વીસીઈ અઠારાની જેમ માંગણી કરતો બંધ થઈ જાય?
જો સરકારને વીસીઈની જરૂર જ ના હોય તો તેમની પાસેથી ખોટી વેઠપ્રથા કરાવો છો તે બંધ કરો અથવા તેમની પોસ્ટ/જગ્યા બંધ કરી આપના બીજા સરકારી કર્મચારી/અધિકારી પાસે બધી કામગીરી કરાવવામાં આવે અને બધા પોર્ટલો ઓપન કરી આપવામાં આવે જેથી વી.સી.ઈ.ની જરૂર જ ના પડે અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કામગીરી કરીને અને સરકાર પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દે અને અમારે લોકોએ વારંવાર વિરોધ ન કરવો પડે અને અમારી માંગણી માટે અમારે હડતાળ, આંદોલન, પત્રવ્યવહાર કે ભીખ માંગવાની વેળા ન આવે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial