Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિકાવા પાસે રિક્ષાએ યુવાનને હડફેટે લીધોઃ
જામનગર તા. ૨૪: કાલાવડના નિકાવા ગામ પાસે ચાલીને જતાં એક યુવાનને રિક્ષાએ ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. ઘવાયેલા યુવાનના મામાએ પોલીસમાં ફરિયાદ કરી છે. જામનગરથી પોરબંદર જવાના માર્ગ ભૂલી ખંભાળિયાથી દ્વારકા તરફ ચઢી ગયેલી મોટરની પાછળ બુધવારની રાત્રે ટ્રક અથડાઈ પડતા બે વ્યક્તિને ઈજા થઈ છે. ટ્રકચાલક સામે ગુન્હો નોંધાયો છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસેથી ગઈ તા.૧૬ની બપોરે બારેક વાગ્યે કાલાવડના રફીક હારૂનભાઈ સવાણ ચાલીને રાજકોટ તરફ જતા હતા ત્યારે જીજે-૩-બીએકસ ૧૮૮૭ નંબરની એક રિક્ષા પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે ઠોકર મારી રફીકભાઈને ફંગોળતા ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. તેના મામા અને નિકાવના રહેવાસી સીદીકભાઈ ઈબ્રાહીમભાઈ આદમાણીએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક સામે ફરિયાદ કરી છે.
પોરબંદરના કડિયા પ્લોટમાં મીલપરા પાસે રહેતા પ્રેમાંગ રાજેશભાઈ વાકાણી પોતાના પરિવાર સાથે જીજે-૩-ઈસી ૯૫૮૬ નંબરની મોટરમાં જામનગર કામસર આવ્યા હતા ત્યાંથી પોરબંદર પરત જવા માટે બુધવારે રાત્રે તેઓ નીકળ્યા હતા. તેઓ ખંભાળિયાથી પોરબંદરના માર્ગ પર જવાના બદલે ભૂલથી દ્વારકા હાઈવે પર ચઢી ગયા પછી ખંભાળિયાથી ચૌદેક કિલોમીટર દૂર હંસ્થળ ગામના પાટીયા પાસે પહોંચ્યા હતા જ્યાં તેઓએ મોટર ઉભી રાખી રસ્તો પૂછ્યો હતો. આ વેળાએ પાછળથી ધસી આવેલો જીજે-૩૮-ટી ૭૮૦૦ નંબરનો ટ્રક સાઈડમાં પડેલી મોટરના ઠાઠામાં ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં પ્રેમાંગભાઈ તથા કુલદીપ ખગ્રામને ઈજા થઈ છે અને મોટરમાં નુકસાની થઈ છે. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં તેઓએ ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial