Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માટી ભરાવાની તથા પાણી અવરોધાવાની સ્થિતિઃ
જામનગર ગત વર્ષે ભારે વરસાદી પાણીને કારણે ગુલાબનગર, મોહનનગર, રાજમોતી ટાઉનશીપ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાના અભાવે જલભરાવને કારણે વરસાદ રહ્યા પછી પણ પાણી ન ઓસરતા સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળતા ધારાસભ્યો સહિતના આગેવાનો દોડી ગયા હતાં. આ વિસ્તારની જલભરાવની સમસ્યા દૂર કરવા માટે રાજમોતી ટાઉનશીપ પાછળની તરફ કાચી કેનાલ બનાવવામાં આવી છે પરંતુ હજુ સુધી અહીં પ્રિ-મોન્સુન કામગીરી થઈ હોય એવું જણાતું નથી. વરસાદ આવે તો આ કાચી કેનાલમાં માટી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય અને પાણી અવરોધાય એવી સંભાવના છે. માટે વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ કરેલ વ્યવસ્થા કેટલી સાર્થક બનશે એ પણ સવાલ છે. કેનાલનું કાર્ય ચોમાસા પૂર્વે પૂર્ણ કરવામાં આવે તો જ સમસ્યાનું સંપૂર્ણપણે નિરાકરણ થઈ શકે એમ છે પરંતુ તંત્રની કાર્ય કરવાની ગતિ નિહાળતા એવું થવાની સંભાવના નહીવત લાગી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial