Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં જાણે માનવ મહેરામણ ઉભરાયો
દ્વારકા યાત્રાધામમાં વૈશાખ પૂર્ણિમાના દિને પવિત્ર ગોમતીજીમાં સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટયા હતાં. વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વારથી જગતમંદિરમાં પ્રવેશી કાળીયા ઠાકોરજીના દર્શન કર્યા હતાં. ભાવિકો ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતાં. હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પવિત્ર ગોમતી સ્નાન કરી ઠાકોરજીના મંગલા દર્શનની પરંપરા હોય વહેલી સવારથી જ ગોમતી ઘાટો પર ભાવિકોની ભીડ ઉમટી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial