Advertisement
Author: નોબત સમાચાર

મોઢાનુ કેન્સર, સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખના કેન્સર અંગે નિઃશુલ્ક કેમ્પનું આયોજન

જામનગરમાં આગામી તા. ર૬ મે ના દિવસે

જામનગર તા. ર૪: જામનગરની રોટરી કલબ ઓફ સેનોરાઝ, રોટરી કલબ ઓફ ઈમેજીકા, રોટરી કલબ ઓફ છોટી કાશીના સંયુકત ઉપક્રમે સૈફી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી તા. ર૬-પ-ર૪ ના સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી કાલાવડ નાકા બહાર સૈફી હોસ્પીટલમાં મોઢાનું કેન્સર, સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખના કેન્સર અંગે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે.

જેમાં ડો. ઉર્વા શાહ, ડો. પ્રેક્ષા ત્રિવેદી, તથા ડો. કલ્પનાબેન ખંઢેરીયા સેવા આપશે. જરૂર જણાશે તેવા કેસમાં મેમો સોનોગ્રાફીની તપાસ માટે મોકલવામાં આવશે તેમજ જરૂર જણાશે તેવા કેસમાં ઈન્જેકશન કે એનેસ્થેરીયા વગર આધુનિક કોલ્પોસ્કોપ મશીનથી નિઃશુલ્ક તપાસ નિદાન કરી આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh