Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલમાં કૂતરાના પ્રકરણમાં તપાસ પછી સિક્યોરિટીના ૭ કર્મચારીઓનો પગાર કપાયો

ઓપરેશન થિયેટર પાસે મોઢામાં મેડિકલ વેસ્ટ સાથે

જામનગર તા. ર૪: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર પાસે કૂતરાના આંટાફેરા અને મેડિકલ વેસ્ટ મોઢામાં લઈને રખડતા કૂતરાનો વીડિયો વાયરલ થયા પછી સાત સિક્યોરિટી કર્મચારીના એક દિવસનો પગાર કાપવાની સૂચના અપાઈ છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાના આંટાફેરા જોવા મળ્યા હતાં. ઓપરેશન થિયેટર પાસેથી મેડિકલ વેસ્ટના ટૂકડા મોઢામાં રાખીને કૂતરાના આંટાફેરાનો વીડિયો વાયરલ થયો હતો.

આખરે જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારીએ આ અંગે તપાસના આદેશ આપી જરૂરી પગલાં લેવાની જાહેરાત પણ કરી હતી, અને આખરે એક જ દિવસમાં પ્રાથમિક તપાસ પૂર્ણ કરીને આ ઘટનામાં જેમની બેદરકારી જોવા મળી છે તેવા બે સુપરવાઈઝર અને પાંચ સિક્યોરિટી જવાન મળી કુલ સાત કર્મચારીના એક દિવસનો પગાર કપાતનો આદેશ કર્યો છે.

આમ સરકારી હોસ્પિટલને બદનામ કરવા જેવા કૃત્યમાં સત્તાવાળાઓ દ્વારા કડક વલણ અપનાવાયું જે આવકાર્ય છે. બીજી તરફ આવા બનાવ ન બને તે માટે ધ્યાન રાખવા પણ સૂચના અપાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh