Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રવિવારે 'રેમલ' ચક્રવાતનું એલર્ટઃ ૧૦ર કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ પ. બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે
નવી દિલ્હી તા. ર૪: દેશમાં ગરમી અને વરસાદે તારાજી વેરી છે, તો બીજી તરફ પ. બંગાળના દરિયાકાંઠે રેમલ નામના ચક્રવાતની આગાહી કરાઈ છે, જેમાં ૧૦ર કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે ગરમીને કારણે રેકોર્ડબ્રેક વીજવપરાશની સ્થિતિ પણ ઊભી થવા જઈ રહી છે.
દેશમાં ગરમી અને વરસાદ એમ બે હવામાન ઘટનાઓ સમગ્ર દેશમાં ઘાતક સાબિત થઈ રહી છે. જ્યારે કેરળમાં ચોમાસા પહેલાના વરસાદને કારણે અચાનક પૂર અને વીજળી પડવાને કારણે સાત લોકોના મોત થયા હતાં. રાજસ્થાનમાં ભારે ગરમીને કારણે પાંચ લોકો, હરિયાણામાં બે અને મધ્યપ્રદેશમાં ચાર લોકોના મોત થયા હતાં. આમ કુલ ૧૮ મોત આ કારણેથી છેલ્લા ર૪ કલાકમાં નોંધાયા છે.
દેશના ૧૦ સૌથી ગરમ શહેરોમાં રાજસ્થાનના છ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાડમેરમાં તાપમાનનો પારો ૪૮.૮ ડીગ્રી નોંધાયો હતો. અન્ય શહેરોમાં પણ તાપમાન ૪૭ ડીગ્રીથી ઉપર છે. આ ઉપરાંત ર૪ મે થી નૌતપા પણ શરૂ થઈ રહી છે જે નવ દિવસની તીવ્ર ગરમી છે. આ સમયગાળા દરમિયાન રાજસ્થાનમાં ઘણી જગ્યાએ તાપમાન પ૦ ડીગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.
હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં હીટ વેવ અને કેરળમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગરમી છે, જ્યારે તમિલનાડુમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. સિક્કિમ અને અરૂણાચલ દેશના એકમાત્ર એવા રાજ્યો છે કે જેના માટે વિભાગે ભારે હવામાન સંબંધિત કોઈ ચેતવણી જારી કરી નથી.
ગરમીના કારણે બુધવારે સમગ્ર દેશમાં વીજળીની માંગ ર લાખ ૩પ હજાર મેગાવોટ પર પહોંચી ગઈ છે. આ સિઝનની મહત્તમ માંગ છે. ઊર્જા મંત્રાલયનો અંદાજ છે કે દેશમાં વીજળીના વપરાશને સર્વકાલીન રેકોર્ડ ટૂંક સમયમાં તૂટી શકે છે. જે સપ્ટેમ્બર ર૦ર૩ માં ર૪૩.ર૭ જીડબલ્યુ હતો, અને આ રેકોર્ડ તૂટી જવાની તૈયારીમાં છે.
હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં હીટ વેવ અને કેરળમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગરમી છે, જ્યારે તમિલનાડુમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. સિક્કિમ અને અરૂણાચલ દેશના એકમાત્ર એવા રાજ્યો છે કે જેના માટે વિભાગે ભારે હવામાન સંબંધિત કોઈ ચેતવણી આપી નથી.
ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાં ભીષણ ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે અને ઘણાં શહેરોમાં તાપમાન ૪૮ ડીગ્રી સેન્સિયસને પાર કરી ગયું છે, ત્યારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના કારણે રવિવારે ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૦ર કિ.મી. ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. જેના પગલે રવિવાર સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. આઈએમડીના જણાવ્યાનુસાર 'બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા આ સિઝનનું આ પ્રથમ ચક્રવાત છે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ અનુસાર આ ચક્રવાતને રેમલ નામ આપવામાં આવશે. રવિવારે ચક્રવાતને કારણે ૧૦ર કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.'
હવામાન કાર્યાલયે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ર૬-ર૭ મે ના ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને ર૭ મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણવ્યાનુસાર દરિયાની સપાટીનું તાપમાન છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી વધુ નોંધાયું છે. આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએમ પાઈના જણાવ્યા મુજબ 'દરિયાઈ સપાટીના તાપમાનમાં વધુ ગરમ થવાનો અર્થ વધુ ભેજ છે, જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ છે.' કેન્દ્રિય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવને જણાવ્યું હતું કે 'નીચા દબાણની સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાય તે માટે દરિયાની સપાટીનું તાપમાન ર૭ ડીગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ હોવું જરૂરી છે. બંગાળની ખાડીમાં સપાટીનું તાપમાન હાલમાં ૩૦ ડીગ્રી સેલ્સિયસ છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial