Advertisement
Author: નોબત સમાચાર

સેન્સેકસ સર્વોચ્ચ સપાટીએઃ નિફટી ૨૪ હજારની સપાટીને પારઃ શેરબજારમાં ઉછાળો

માર્કેટ કેપ સળંગ પાંચમાં દિવસે નવી ટોચે

મુંબઈ તા. ર૪ : સેન્સેકસ-નિફટીએ સતત બીજા દિવસે કમાલ કરી છે, નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે, માર્કેટ કેપમાં પણ ધૂમ તેજી જોવા મળી રહી છે.

ભારતીય શેરબજાર આજે ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. સેન્સેકસ અને નિફટી ઉપરાંત સ્મોલકેપ, મીડકેપ, ટેલિકોમ્યુનિકેશન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, પાવર સહિતના ઈન્ડેકસ પણ નવી ઐતિહાસિક ટોચ નોંધાવી છે.

આજે  સેન્સેકસ નજીવા ઘટાડે ખૂલ્યા બાદ વધી ૭પપ૮ર.ર૮ ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. ૧૦.૩૯ વાગ્યે ૭૪.ર૩ પોઈન્ટ ઘટી ૭પ૩૪૩ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફટીએ ર૩૦૦૦ ની સપાટી વટાવી ર૩૦૦૪.૦પની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો.

શેરબજારમાં તેજી પાછળનું કારણ પોઝિટિવ વૈશ્વિક પરિબળો તેમજ લોકસભા ચૂંટણીના પરિણામોમાં અપેક્ષિત જીતના અહેવાલો પગલે છે. વધુમાં લગભગ દોઢ મહિના બાદ એફઆઈઆઈએ હજારો કરોડમાં ખરીદી નોંધાવી છે. ગઈકાલે એફઆઈઆઈએ ૪૬૭૦.૯પ કરોડનું રોકાણ કર્યું હતું.

બીએસઆઈ માર્કેટ કેપ સળંગ પાંચમાં દિવસે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યુ છે. બીએસઈ માર્કેટ કેપ આજે ૪ર૧.રર લાખ કરોડની સપાટી નોંધાવી છે. બીએસઈમાં કુલ ટ્રેડેડ ૩૬૪પ પૈકી ૧૮૦૩ સુધારા અને ૧૬૭૬ સ્ક્રિપ્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. ૧પ૮ સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને ૧૭ વર્ષની બોટમે પહોંચ્યું છે. આ સિવાય ૧૬૬ સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને ૧૯૭ સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ    વાગી છે.

પીએસયુ શેરોમાં બુલિશ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. આજે ફરી બીડીએલનો શેર ૧ર.૮પ ટકા, આરસીએફ ૭.૦૭ ટકા, કોચિન શીપયાર્ડ પ.૩ર ટકા, એચએએલ પ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી બાજુ ઈરકોન, આઈટીઆઈ, એમએમટીસી, આઈઆરસીટીસી શેરોમાં પ્રોફિટ બુકિંગના પગલે ર.૩ર ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh