Advertisement
Author: નોબત સમાચાર

ડોલ્ફીન દર્શનનો પ્રોજેક્ટ હાથ ધરાય તે પહેલાં ધમધમી રહ્યો છે ગેરકાયદે ધંધો

આ લોલમલોલથી કોને થઈ રહ્યો છે ફાયદો?

ઓખા તા. ૨૪: ઓખાના દરિયમાં બોટીંગ ફરીથી ચાલુ થાય તે માટે શરૂ થયેલા ધમપછાડા વચ્ચે સરકાર દ્વારા ડોલ્ફીન દર્શનનો પ્રોજેક્ટ હાથ ધરાય તે પહેલાં કેટલાક બોટ ધારકો પ્રતિબંધિત હાર્બર વિસ્તાર સુધી યાત્રિકોને લઈ જતા હોવાનું પણ બહાર આવવા પામ્યું છે.

વડોદરામાં સર્જાયેલી હરણી દુર્ઘટના પછી સરકાર દ્વારા રાજ્યભરમાં બોટીંગ માટે વચગાળાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે પરંતુ ઓખામાં તેના પાલન વગર બોટીંગ ચાલુ કરવા માટે બોટ માલિકો અને આ ધંધાના નફા સાથે સંકળાયેલા પહોંચેલા વગ વાળા લોકો ધમપછાડા કરી રહ્યા  છે.

આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા ડોલ્ફીન દર્શનનો પ્રોજેક્ટ હાથ ધરાનાર છે પરંતુ ઓફ ધ રેકોર્ડ તો આ પ્રોજેક્ટ ઘણા સમયથી ધમધમે છે. યાત્રિકોને ડોલ્ફીન દર્શન કરાવવા માટે બોટવાળા પ્રતિબંધિત હાર્બર વિસ્તાર સુધી લઇ જતા હોવાની રાવ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ હાર્બર વિસ્તારમાં એક બોટ ફસાઇ જતા દોડધામ મચી ગઇ હતી પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.

માર્ગદર્શિકાના પાલનમાં લોલંલોલ ચલાવી લેવાય અને ફરીથી બોટીંગ ચાલુ થાય એ માટે  કેટલાક સંબંધિતો યેનકેન પ્રકારે સક્રિય હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.  એ પણ ઉલ્લેખનીય છે કે, ઓખાની દરીયાઇ પટી ડ્રગ્સની હેરાફેરી માટે પણ નાપાક તત્ત્વો માટે સોફ્ટ ટાર્ગેટ છે અને ભૂતકાળમાં ડ્રગ્સ ઝડપાયા સહિતની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે અહીં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ છે.

ડોલ્ફિન અને ટુર પેકેજની ક્યાંય નોંધ નથી

સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા ઓખાના દરિયાઈ વિસ્તારોમાં ડોલ્ફિન દર્શન અને ટુર પેકેજમાં આવતા પર્યટકો કેટલી સંખ્યામાં જાય છે તેની સંબંધિત કોઈ તંત્ર પાસે નોંધ કરવામાં આવતી ના હોવાનુ પણ ધ્યાને આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh