Advertisement
Author: નોબત સમાચાર

બે બાઈકમાં લઈ જવાતા ઈંગ્લીશ દારૂના ૧૦૨ ચપલા કરાયા કબજે

ઝડપાયેલા બે શખ્સે અન્ય ત્રણના નામ આપ્યાઃ

જામનગર તા. ૨૪: જામનગરના લાલવાડી વિસ્તાર પાસેથી ગઈકાલે રાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે બે બાઈકમાં લઈ જવાતા દારૂના ૧૦૨ ચપલા કબજે કર્યા છે. બે કોથળામાં ચપલા લઈ જવાતા હતા. ઝડપાયેલા શખ્સોએ દારૂના સપ્લાયર એક શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત બે કિશોરની શોધ હાથ ધરી છે. જ્યારે ઠેબા બાયપાસ પાસેથી એક શખ્સ બોટલ સાથે ઝડપાઈ ગયો છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર આવેલી લાલવાડી પાસે ગઈકાલે બે બાઈકમાં અંગ્રેજી શરાબની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા દરબારગઢ પોલીસચોકીના સ્ટાફે પીએસઆઈ વી.આર. ગામેતીના વડપણ અને પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી વોચ ગોઠવી હતી.

તે દરમિયાન પટેલ સમાજ પાસેથી પસાર થતાં એક હીરો મોટરસાયકલ તથા એક મોપેડને રોકી લેવામાં આવ્યા હતા. તેની તલાશી લેવાતા તેમાંથી પ્લાસ્ટિકના બે બાચકા મળી આવ્યા હતા. તે બાચકા ખોલાવીને પોલીસે જોતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૧૦૨ ચપટા મળી આવ્યા હતા. પોલીસે તે જથ્થા સાથે ગોકુલનગર નજીકના અયોધ્યાનગરમાં રહેતા ઉમેશ લખુભાઈ છૈયા તથા સાતરસ્તા નજીક ઓશવાળ સેન્ટર પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા કરણ લાખાભાઈ નામના બે શખ્સની ધરપકડ કરી છે.

પોલીસે બંને વાહન, દારૂનો જથ્થો મળી કુલ રૂ. ૪૦૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ જથ્થો અયોધ્યાનગરમાં રહેતા અરજણ ભારવડીયા ઉર્ફે લાલા ભુરી, ગોકુલનગરમાં રહેતા કાયદાથી સંઘર્ષિત એક કિશોર તથા એરફોર્સ-ર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા અન્ય એક કિશોર દ્વારા આપવામાં આવ્યો હોવાની કબૂલાત મળી છે. તમામ સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જામનગર નજીકના ઠેબા બાયપાસ પાસેથી ગઈકાલે રાત્રે જઈ રહેલા નાગેશ્વર પાર્કવાળા રાહુલ ભરતભાઈ ઢાપાને રોકી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી દારૂની એક બોટલ મળી આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh