Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલની ઘરફોડ ચોરીનો આરોપી ઝબ્બે

પેરોલ ફર્લો સ્કવોડે રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધોઃ

જામનગર તા. ૨૪: ધ્રોલ શહેરમાં ચાલુ વર્ષે થયેલી એક ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા મૂળ વાડીનારના અને હાલમાં સિક્કામાં રહેતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે જામનગર રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો છે.

ધ્રોલના ૫ોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે ઘરફોડ ચોરીનો એક બનાવ બન્યો હતો. જેની પોલીસમાં ફરિયાદ થયા પછી આરોપીની શોધ કરાઈ રહી હતી. તે દરમિયાન ગઈકાલે પેરોલ ફર્લો સ્કવોડના ધર્મેન્દ્ર પટેલ, કરણસિંહ, લગધીરસિંહ તેમજ ગજેન્દ્રસિંહ, મહિપાલ સાદીયા દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં આ ચોરીમાં સંડોવાયેલા શખ્સની બાતમી મળવા પામી હતી.

ઉપરોક્ત બાતમીથી પીએસઆઈ એમ.વી. ભાટીયાને વાકેફ કરાયા પછી ધસી ગયેલી ટીમે જામનગર રેલવે સ્ટેશન પાસે રોશનશા પીરની દરગાહ નજીકથી મૂળ ખંભાળિયા તાલુકાના વાડીનારના વતની અને હાલમાં જામનગર તાલુકાના સિક્કા ભુંગામાં રહેતા મહેબુબ ઉર્ફે ડાડલા જુનસ સુંભણીયાને પકડી પાડ્યો છે. આ શખ્સનો કબજો ધ્રોલ પોલીસને સોંપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh