Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતીએ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ મેળવ્યો સિલ્વર મેડલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: ટેબલ ટેનિસમાં જામનગરનું ગૌરવ વધારતી તનિશા કટારમલે ખેલ મહાકુંભ ૩.૦માં રાજ્ય સ્તરે સિલ્વર મેડલ જીતી દ્વિતીય ટાઇટલ પ્રાપ્ત કર્યું છે.

જામનગરની તનિશા કટારમલે ખેલ મહાકુંભ ૩.૦માં રાજ્ય સ્તરે પ્રથમ વખત ભાગ લઈ પોતાના અભૂતપૂર્વ પર્ફોમન્સ દ્વારા સિલ્વર મેડલ જીતી દ્વિતીય ટાઇટલ હાંસલ કર્યું છે. તનિશાએ ટેબલ ટેનિસમાં જામનગરને રાજ્યપટલ પર આગળ લાવી રાજ્યભરમાં ચાહના અને પ્રશંસા મેળવી છે.

રાજ્યના શ્રેષ્ઠ ખેલાડીઓ સામેની સ્પર્ધામાં તનિશાએ ઉત્કૃષ્ટ પર્ફોમન્સ કર્યું. ફાઇનલ મુકાબલો અત્યંત રોમાંચક રહૃાો જેમાં સ્કોર શરૂઆતમાં ૧-૦થી પાછળ હતી, ત્યારબાદ ૧-૧, ૧-૨ની લીડ મેળવી હતી અને અંતે ૨-૨ના સ્કોર બાદ મેચ ગુમાવી હતી. તેમ છતાં રિયાની સામેનો મુકાબલો અને રાજ્યના ટોપ ખેલાડીઓ સામે રમવાનો અનુભવ તનિશા માટે અવિસ્મરણીય રહૃાો.

વિશેષ નોંધનીય છે કે તનિશા ગુજરાત સરકારના એક્સલન્સ સેન્ટરનો પણ ભાગ રહી ચૂકી છે, જ્યાં ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય કોચીસ પાસેથી તાલીમ મળેલી છે. આ વિશિષ્ટ તાલીમ તનિશાના પર્ફોમન્સમાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર ટીટી એસોસિએશન (જેડીટીટીએ), સુમૈર સ્પોર્ટ્સ ક્લબ, અને તનિશાની શાળાએ આપવામાં આવેલ સતત પ્રોત્સાહન તનિશાની સફળતામાં પાયાનું કાર્ય કર્યું છે.

તનિશાની આ સિદ્ધિ પછી તરત જ શાળાએ સ્કાઉટના ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માન કરાયું હતું અને પ્રિન્સિપલ, સ્પોર્ટ્સ શિક્ષકો તથા ટીટી કોઓર્ડિનેટર્સ દ્વારા મળેલ પ્રશંસા ખૂબ ભાવનાત્મક અને યાદગાર અનુભવ રહૃાો.

તનિશાની સિદ્ધિ પાછળ એસએજી- ગુજરાત સરકાર, પિનેકલ ટીટી અકાડેમી, ગુરુગ્રામ, તથા ભારતના પૂર્વ ટીટી ટીમ કોચ દીપક મલિક અને એસએજીના કોચ મહાવીરસિંહજીનું માર્ગદર્શન મહત્ત્વપૂર્ણ રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh