Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટરે જિલ્લાની સરકારી કચેરીઓની સરપ્રાઈઝ વિઝિટ લીધીઃ
જામનગર તા. ૨૮: જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જિલ્લાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. કલેકટરે સમયસર કામગીરી પૂર્ણ કરવા તેમજ અરજદારોના પડતર પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ લાવવા લગત વિભાગોને સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આજે જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ગ્રામ્ય પ્રાંત અને મામલતદાર કચેરી તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી સહિતની મુખ્ય કચેરીઓની મુલાકાત લઈ કલેક્ટરે શાખાવાર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે કોઈ પણ કામગીરી પડતર ન રહે તેની તાકીદ કરી હતી અને અધિકારીઓને સમયસર કામગીરીનો નિકાલ કરવા સૂચના આપી પારદર્શિતા અને કાર્યક્ષમતા પર ભાર મુક્યો હતો.
કલેક્ટર કેતન ઠક્કરે કચેરીઓની ઇ-ધરા કામગીરી, મહેકમની વિગત, સ્વચ્છતા અને કામગીરી વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સરકારી કામગીરી વધુ કાર્યક્ષમ અને પારદર્શક બની શકે તે હેતુથી તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત, કલેક્ટરે જિલ્લા સેવા સદન ખાતે આવતા અરજદારો સાથે પણ મુલાકાત કરી તેમના અભિપ્રાય જાણ્યા હતા, જે દર્શાવે છે કે તેઓ જનતાની સુવિધા અને સંતોષને પ્રાધાન્ય આપે છે.
આ તકે પ્રાંત અધિકારી ગ્રામ્ય શ્રી બી.એ.કાલરિયા, મામલતદાર એમ.કે.ચાવડા, સબ રજિસ્ટ્રાર યુવરાજસિંહ રાણા, દક્ષાબેન રાવલિયા સહિતના અધિકારીઓ કલેક્ટર સાથે જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial