Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૧૦૯ સહિત દેશમાં કોરોનાના ૧૦૪૭ કેસ નોંધાયાઃ લોકોને સતર્ક કરાયા

ઘણાં રાજ્યોએ હોસ્પિટલો માટે ગાઈડલાઈન્સ આપીઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૮: ભારતમાં ફરી કોરોના કેસોમાં ઉછાળો થયો છે. સક્રિય કેસ ૧૦૦૦ ને પાર પહોંચ્યો છે. ગુજરાતમાં ૧૦૯ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં પણ સંક્રમણ વધ્યું છે. અમદાવાદમાં ર૪ કલાકમાં ૧૭ નવા કેસ નોંધાયા છે. રાજ્યોમાં જરૂરી તૈયારીઓ શરૂ થઈ રહી ગઈ છે.

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ચિંતાનો માહોલ છે. દરરોજ કોવિડના નવા કેસ સામે આવી રહ્યા છે. આજે સવાર સુધીમાં ભારતમાં સક્રિય કોરોના કેસોનો આંકડો ૧૦૪૭ પર પહોંચી ગયો છે, જ્યારે કોવિડ-૧૯ થી થતા મૃત્યુઆંક પણ ૧૧ પર પહોંચ્યો છે.

આ સ્થિતિને જોતા દેશમાં કોવિડ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અને ઘણાં રાજ્યોએ હોસ્પિટલોને માર્ગદર્શિકા જારી કરી છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૦૯ થઈ ગઈ છે. છેલ્લા ર૪ કલાકમાં ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યાં ૧૭ નવા કેસ સામે આવ્યા છે. હાલ અમદાવાદમાં કોરોનાના ૭૬ સક્રિય કેસ છે.

રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. દેશના અન્ય મોટા રાજ્યોમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રાલયના દ્વારા ર૬ મે સુધીના ડેટા અપડેટ કરાયા પછી સક્રિય કેસોની સંખ્યા ૧૦૧૦ હતી, પરંતુ હવે તેમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં ૬૬ નવા કેસ નોંધાયા છે, જેમાંથી ૩૧ કેસ મુંબઈ શહેરના છે. આ સાથે મહારાષ્ટ્રમાં કુલ સક્રિય કેસોનો આંકડો ૩રપ પર પહોંચી ગયો છે. મુંબઈમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેજે હોસ્પિટલમાં ૧પ બેડનો આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે.

ઉત્તરપ્રદેશમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ર૬ મે સુધી અહીં ૧પ સક્રિય કેસ હતાં, જેમાં હવે ૧૦ વધુ કેસનો વધારો થયો છે. ગાઝિયાબાદમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જ્યાં દર્દીઓની સંખ્યા ૧૪ પર પહોંચી ગઈ છે. કોરોનાના વધતા કેસો ફરી એકવાર જાહેર આરોગ્ય માટે ચિંતાનો વિષય બનયા છે. લોકોને સાવચેતી રાખવા અને કોવિડ-૧૯ ના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh