Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાનું આરોગ્યતંત્ર એકિટવ મોડમાં

કોરોનાનું સંક્રમણ વધવા લાગતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. શહેરના જુદા જુદા પાંચ આરોગ્ય કેન્દ્રની ટુકડીઓ સેમ્પલો એકત્ર કરવા તેમજ જરૂરી દવાનું વિતરણ કરવા માટે દોડતી થઈ છે, અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહૃાું છે, અને નવા વેરિયન્ટના હાલ ૧૦ એક્ટિવ કેસ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટુકડી દોડતી થઈ છે, અને જુદા જુદા વિસ્તારોમાં સેમ્પલો લેવા ઉપરાંત જરૂરી દવાઓનું વિતરણ કરાઈ રહૃાું છે. જ્યારે હોમ આઇસોલેશનમાં રહેલા તમામ દર્દીઓની નિયમિત કાળજી લેવામાં આવી રહી છે.

જામનગર શહેરના મહાનગરપાલિકા હસ્તકના જુદા જુદા પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં નવા કોરોના ના પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાથી તે વિસ્તારની અલગ અલગ આરોગ્ય વિભાગની ટુકડીઓ દોડતી કરવામાં આવી છે, અને જે વ્યક્તિના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તેઓના પરિવારના સેમ્પલો લેવામાં આવી રહૃાા છે.

કામદાર કોલોની વિસ્તારમાં એક જ પરિવારના સેમ્પલ લેવાયા હતા, જે પૈકી ચાર ના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ઘાચીની ખડકી વિસ્તારમાં એક મહિલાનો પોઝિટિવ કેસ આવ્યા બાદ તેના પરિવારના સેમ્પલ લેવાતાં બીજો પોઝિટિવ કેસ મળ્યો હતો. બાકીના અન્ય પરિવારના પણ સેમ્પલ લેવાયા હતા, જોકે તમામ નેગેટીવ આવ્યા છે.

જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ તમામ એક્ટિવ કેસના દર્દીઓનું પ્રતિદિન મોનિટરિંગ કરી રહૃાું છે, અને તેઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથોસાથ જરૂરી દવાઓનું વિતરણ કરાઇ રહૃાું છે.

જામનગર શહેરમાં ૧૦ એક્ટિવ કેસ પૈકીના પાંચ કેસ કે જેઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે, પરંતુ પાંચ કેસના દર્દીઓ લોકલ રીતે સંક્રમિત બન્યા છે. જેથી કોરોના નું સંક્રમણ ધીમે ધીમે જામનગર શહેરમાં ફેલાતું જાય છે. જેથી જામનગર શહેરના નાગરિકોએ સાવચેત રહેવા માટેની ટકોર કરવામાં આવી છે, અને ખાસ કરીને નાના બાળકો અથવા તો બુઝુર્ગોએ સલામત રહેવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત જરૂર પડયે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પણ તાકીદ કરાઇ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh