Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રવાસનને કમાણીની મોટી તક બનાવવા
જામનગર તા. ૨૮: વિશ્વભરમાં સૌથી વધુ ચા અને દારૂનું સેવન થાય છે. દારૂનો ધંધો એટલો મોટો છે કે તે ઘણાં નાના દેશોના જી.ડી.પી. જેટલો છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે દારૂમાંથી અબજો રૂપીયાની કમાણી થાય છે. જો કે, કેટલાક દેશો એવા છે જ્યાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે અને ત્યાંના દારૂના સેવન કે વેચાણ બદલ કડક સજાની જોગવાઈ પણ છે. મોટા ભાગના ઈસ્લામિક દેશોમાં આવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવે આવા જ એક મુસ્લિમ દેશો દારૂ પરનો પ્રતિબંધ હટાવવાનો મોટો નિર્ણય લીધો છેે.
સાઉદી અરેબિયાએ લગભગ ૭૩ વર્ષ પછી દારૂ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ એક મોટો નિર્ણય ગણાવાઈ રહ્યો છે. સાઉદી સતત પોતાના કડક કાયદામાં ફેરફાર કરી રહ્યું છે અને પ્રવાસનને કમાણીની મોટી તક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ નિર્ણય પણ આ ક્રમમાં લેવામાં આવ્યો છે. જો કે સાઉદીના લોકો માટેે હજુ પણ દારૂ સામે પ્રતિબંધ રહેશે. આ વ્યવસ્થા અહીં માત્ર ટુરીસ્ટ માટે જ કરવામાં આવી છે. ઘરમાં દારૂ રાખવા અને બજારમાં વેચવા સામે હજુ પણ પ્રતિબંધ છે. ંતેના માટે લાઈસન્સ આપવામાં આવશે. સાઉદી અરેબિયામાં માત્ર ઓછા પ્રમાણમાં આલ્કોહોલવાળો દારૂ જ મળશે. ૨૦%થી વધુ આલ્કોહોલ ધરાવતા ડ્રિન્ક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશમાં લગભગ ૬૦૦ સ્થળોએ દારૂ મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial