Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંયુક્ત રાષ્ટ્રનો ચોંકાવનારો રિપોર્ટ
જામનગર તા. ૨૮: ઘરેલુ હિંસાનો મુદ્દો ચર્ચાય ત્યારે મોટાભાગના લોકોનું માનવું છે કે, મહિલાઓ પર જ અત્યાચાર થાય છે અને પુરૂષ જ હિંસા કરે છે. જો કે સંયુક્ત રાષ્ટ્રએ ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ મુજબ અનેક દેશોમાં મહિલાઓ પણ પુરૂષો પર અત્યાચાર કરતી હોય છે અને ખાસ કરીને પતિ તેના અત્યાચાર સહન કરી રહ્યો છે. આ યાદીમાં ભારત ત્રીજા ક્રમે છે.
સંયુક્ત રાષ્ટ્રના ગુનાના ડેટા મુજબ, સૌથી વધુ ઘરેલુ હિંસાના કેસો ઈજિપ્તમાં નોંધાયેલા છે અને અહીં પત્નીઓ કરતા સૌથી વધુ પતિઓ ઘરેલુ હિંસાનો સામનો કરી રહ્યા છે. ઈજિપ્તની ફેમિલી કોર્ટના રિપોર્ટ મુજબ ૬૬% પુરૂષો ઘરેલુ હિંસાનો શિકાર બન્યા છે અને છુટાછેડા માટે અરજીઓ આપે છે. આ યાદીમાં યુનાઈટેડ કિંગ્ડમ બીજા સ્થાને અને ભારત ત્રીજા સ્થાને છે. ભારત જેવા પારંપરિક સમાજમાં આ આંકડો ચોંકાવનારો છે.
સામાન્ય રીતે ઘરેલુ હિંસાનો અર્થ પતિ દ્વારા પત્ની પર હાથ ઉઠાવવાનો માનવામાં આવી રહ્યો છે, જો કે આ રિપોર્ટે સાબિત કર્યું છે કે હિંસા લિંગ જોતી નથી અને આવી હિંસા કોઈપણ વ્યકિત કોઈના પણ વિરૂદ્ધમાં કરી શકે છે. ઘણી વખત મહિલાઓ ગુસ્સામાં કે પછી તણાવમાં આવી પતિઓ સાથે શારીરિક હિંસા કરતી હોય છે.
યુ.એન.ના ગુડવિલ એમ્બેસેડર એમા વોટ્સને કહ્યું કે, જો આપણે ખરેખર લિંગ સમાનતા તરફ આગળ વધવા ઈચ્છીએ છીએ, તો આપણે એ સમજવું જોઈએ કે, હિંસા કોઈ એક લિંગની સમસ્યા નથી. મહિલા સશક્તિકરણનો અર્થ પુરૂષોને નબળા પાડવાનો નથી, પરંતુ તમામને સમાન અધિકાર અને સુરક્ષા આપવાનો છે. ઘરેલુુ હિંસા સામેની લડાઈ અધૂરી છે જ્યાં સુધી પુરૂષો સામેની હિંસાને સમાન રીતે ગંભીરતાથી લેવામાં ન આવે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial