Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લાના ૨૧ ટાપુઓ પર પ્રવેશબંધી

નિર્જન ટાપુઓ પર ગેરકાનૂની પ્રવૃત્તિઓની સંભાવના હોઈ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૧ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતર રાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં ૨૪ ટાપુ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨ ટાપુ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે તા. ૧૯-૧૨-૧૬ના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રદ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. ત્રાસવાદી જૂથો, સંગઠનો દ્વારા દેશના મહત્ત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્ત્વના ધાર્મિક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃત્તિઓના કારણે જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.  

જિલ્લામાં આવેલ ૨૧ ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભૈદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (ર૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (ર૧) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી  અને સબ  ડિવિઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા. ૩૦-૦૫-૨૦૨૫ થી તા. ૨૮-૦૭-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh