Advertisement
Author: નોબત સમાચાર

'નમો ભારતમ' અનોખા કાવ્યગ્રંથનું ઉત્તરાખંડના મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

દ્વારકા શારદાપીઠના પૂર્વ પ્રાધ્યાપક લિખિત

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૮: દ્વારકા શારદાપીઠના પૂર્વ પ્રાધ્યાપક અને ફતેપુરા કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ, જાણીતા જ્યોતિષવિદ્, ડો. રમેશચંદ્ર મુરારી લિખિત "નમો ભારતમ" નામના કાવ્યગ્રંથનું વિમોચન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના અગ્રણી નવીન વોરા, પ્રકાશ તિવારી, રામસિંંહ જેઠી, પરિનચંદ્ર જોશી, મંત્રી ગણેશ જોશી હાજર રહ્યા હતા.

ભારતની વિકાસયાત્રાના સાહિત્યિક પ્રતિબિંબ એવા આ કાવ્યગ્રંથમાં ૫૦૯ કવિતાઓનો સંગ્રહ છે. આ રચનાઓમાં ભારતની નવી ઉર્જા, વિકાસની ગાથાઓ, નીતિ નિર્માણના પ્રયાસોને કાવ્ય સ્વરૂપે રજુ કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh