Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા કલેકટર દ્વારા કોવિડના સંક્રમણ અંગે સમીક્ષાઃ અધિકારીઓ સાથે ચર્ચા

કોરોનાનો વ્યાપ વધતા તંત્ર સતર્ક બન્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જિલ્લા કલેકટર કેતન ઠક્કરે કોવિડ અંગેની સમીક્ષા બેઠક યોજી જિલ્લાની આરોગ્ય સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી. તેમજ જિલ્લામાં આરટીપીસીઆર કીટની ઉપલબ્ધતા, કોવિડ પોઝીટીવ દર્દીઓની હિસ્ટ્રી ટ્રેસિંગ, અને જિલ્લામાં કાર્યરત ઓકિસજન પ્લાન્ટ્સની કાર્યક્ષમતા વિશે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતિ અને તેની સામેની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં, કલેક્ટર ઠક્કરે ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ પાસેથી જિલ્લામાં કોવિડની પ્રવર્તમાન સ્થિતિ, સંક્રમણ દર, અને હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે આરટીપીસીઆર કીટની ઉપલબ્ધતા, કોવિડ પોઝીટીવ દર્દીઓની હિસ્ટ્રી ટ્રેસિંગ, અને જિલ્લામાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ્સની કાર્યક્ષમતા જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ ઝીણવટભરી ચર્ચા કરી માહિતી મેળવી હતી.સાથે જ જો કોવિડ અંગેના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અથવા આઇસોલેટ થવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક કલેક્ટર બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીઓ, એમ.પી.શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન એસ.એસ.ચેટરજી, સર્વે જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓ, મામલતદારો, તાલુકા આરોગ્ય અધિકારીઓ, અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh