Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાનું પ૧ મું રાજ્ય બનવાની શરતે
વોશિંગ્ટન તા. ર૮: કેનેડાનો અમેરિકામાં વિલય થાય, અને પ૧ મું રાજ્ય બને, તો તેને મફતમાં ગોલ્ડન ડોમ મિસાઈલ સિસ્ટમમાં સમાવવાની ટ્રમ્પે ઓફર કરી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (ર૭ મે) પોતાના પ્રસ્તાવિત ૧૭પ અબર ડોલરના 'ગોલ્ડન ડોમ' મિસાઈલ ડિફેન્સ સિસ્ટમમાં મફતમાં જોડાવવા માટે કેનેડાને આમંત્રિત કર્યું હતું. જેમાં ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું પ૧ મું રાજ્ય બની જવા માટેની શરત મૂકી હતી.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્માં લખ્યું હતું કે, 'મેં કેનેડાને કહ્યું હતું કે, તે એક અલગ રાષ્ટ્ર બની રહેશે તો તેમને ૬૧ બિલિયન ડોલર ખર્ચ કરવો પડશે અને જો કેનેડા અમારૂ પ્રિય પ૧ મું રાજ્ય બનશે તો તેમને શૂન્ય ડોલર ખર્ચ થશે.'
રાષ્ટ્રપતિએ પોતાની પોસ્માં દાવો કર્યો હતો કે, 'કેનેડા આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.' જ્યારે કેનેડાએ હજુ સુધી રાજ્યના દાવા પર સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ગત્ અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની યોજનાનું અનાવરણ કર્યું હતું. આ ૧૭પ બિલિયન અમેરિકી ડોલરની મલ્ટીલેયર્ડ સિસ્ટમ છે, જે પહેલીવાર અમેરિકી હથિયારોને અવકાશમાં લઈ જશે. ઓવલ ઓફિસમાંથી બોલતા ટ્રમ્પે કહ્યું કે, 'મને આશા છે કે સિસ્ટમ ર૦ર૯ સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે અને અલવકાશમાંથી છોડવામાં આવે તો પણ મિસાઈલને અટકાવી શકાશે.'
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીનું માનવું છે કે, તેમની સરકાર ગોલ્ડન ડોમ પ્રોગ્રામમાં ભાગીદારી માટે અમેરિકા સાથે વાતચીત કરી રહી છે. માર્ક કાર્નીએ ગત્ અઠવાડિયામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, 'સુરક્ષાના પગલાં લેવા એ કેનેડિયનો માટે સારૂ છે.' તેમણે એડવાન્સ મિસાઈલ શીલ્ડને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અન્ય સિનિયર અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચાની પુષ્ટિ કરી હતી.
ગોલ્ડન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને હુમલાના તમામ ચાર જરૂરી ચરણોમાં જમીન અને અવકાશના મિસાઈલ ખતરાને પહોંચી વળવા માટે ડિઝાઈન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તેનું કાર્ય પ્રક્ષેપણ પહેલા મિસાઈલોને નિષ્ક્રિય કરવી, પ્રારંભિક ઊડાન તબક્કા દરમિયાન તેને અટકાવવા, વચ્ચે રોકવા અને અથડાતા પહેલા છેલ્લી ક્ષણે રોકવાનું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial