Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિનની નેત્રહીનો તથા દિવ્યાંગો સાથે ઉજવણી

પાંચસો સદસ્યો બનાવનારનું સન્માન કરાયું:

ખંભાળીયા તા. ૧૮: ભારતના વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી દ્વારકા જિલ્લા  ભાજપ દ્વારા ખંભાળીયામાં નેત્રહીનો તથા દિવ્યાંગો સાથે કરવામાં આવી હતી.

ખંભાળીયા શહેરમાં ભાજપ દ્વારા જલારામ મંદિરે અંધજન કલ્યાણકારી મંડળના પરસોત્તમભાઈ નકુમ, ભાયાભાઈ નંદાણીયા, વિકલાંગ કલ્યાણકારી મંડળના પ્રવિણભાઈ વાઘેલા, મનિષભાઈ ચંદારાણા દ્વારા પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે વડાપ્રધાનના દીધાર્યુ માટે પ્રાર્થના કરી હતી તથા દિવ્યાંગ બાળકોના હસ્તે કેક કાપી મીઠું મોં કરાવ્યું હતું.

દિવ્યાંગ તથા અંધજન ભાઈ-બહેનો ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા હતાં. ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા પ૦૦ સદસ્યો બનાવનારનું સન્માન કરાયું હતું. જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, કાર્યક્રમ ઈન્ચાર્જ ઈન્દ્રજીતસિંહ પરમાર, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, અગ્રણીઓ ગીતાબા જાડેજા, નિમિષાબેન નકુમ, જીતેશભાઈ પરમાર, હસુભાઈ ધોળકીયા, રેખાબેન ઝીલ્કા, વિશાલ કુંડલીયા, મિલન કીરતસાતા, મુકેશ કાનાણી, ભવ્ય ગોકાણી, પૂનમબેન ચાવડા, શીલ્પાબેન રાજા, કિરણબા જાડેજા, નયનાબેન સંપત, પ્રવિણ જામજોડ, દીપુબેન જોશી, કાનનબેન નકુમ, શ્રુતિબેન ધકાણ, કિરણબેન ઘઘડા ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh