Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાયુભાગના મામલે વેરઝેર ઉભા થયા પછી
જામનગર તા. ૧૮: કાલાવડના મોટી નાગાજણ (કૃષ્ણનગર)માં રહેતા એક વૃદ્ધે જમીન તથા મકાનમાં ભાયુભાગના મામલે પોતાના સગા ભાઈ સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગઈકાલે ઘેર આવી ભાઈ તથા ભાભીએ ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાની અને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના મોટી નાગાજણ ગામમાં વસવાટ કરતા વલ્લભભાઈ પરબતભાઈ કારસારીયા નામના વૃદ્ધે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાના સગા ભાઈ વિઠ્ઠલભાઈ તથા તેના પત્ની મધુબેન કારસારીયા સામે હુમલો કરી ઢીકાપાટુનો માર મારવા ઉપરાંત ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ વલ્લભભાઈ તથા તેમના સગા ભાઈ વિઠ્ઠલભાઈ વચ્ચે વર્ષાેથી ભાયુભાગની જમીન તથા મકાન બાબતે તકરાર ચાલી રહી છે. આ મુદ્દે ચારેક વર્ષ પહેલાં માથાકૂટ થતાં વલ્લભભાઈએ જે તે વખતે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
ત્યારપછી બંને ભાઈઓના પરિવાર વચ્ચે તણખા ઝરતા રહેતા હતા. તેમાં મજૂરને ચઢામણી કરવાનું બહાનુ કાઢી ગઈકાલે સાંજે વિઠ્ઠલભાઈ તથા તેમના પત્ની મધુબેન ફરિયાદીના ઘેર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઝઘડો કર્યા પછી વિઠ્ઠલભાઈએ ફડાકો મારી વલ્લભભાઈને પછાડી દીધા હતા અને બંને વ્યક્તિએ ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial