Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૧૮: રાજકોટ નાગરિક સહકારી બેંકની ૭૧ મી વાર્ષિક સાધારણ સભા રાજકોટમાં યોજાઈ હતી જેમાં બેંકના વર્ષ ર૦ર૩-ર૪ ના વાર્ષિક નાણાકીય હિસાબો રજૂ કરાયા હતાં. બેંકના સભાસદોને ૧૮ ટકા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી.
આ સભામાં બેંકના ચેરમેન જીમ્મીભાઈ દક્ષીણીએ જણાવ્યું હતું કે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ૮૮ ટકા વ્યવહારો ડિજિટલ થઈ રહ્યા છે. જેમાં ૬૦ ટકા યુપીઆઈથી થાય છે. લાલબાગ કો.ઓ. બેંક, વડોદરા તથા ધી માંડવી મર્કન્ટાઈલ કો.ઓ. બેંક, માંડવી, કચ્છને રાજકોટ નાગરિક સહકારી બેંકમાં મર્જ કરવા રિઝર્વ બેંકની મંજુરી મળી ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
બેંકના સીઈઓ અને જનરલ મેનેજર વિનોદ કુમાર શર્માએ બેંકની વિસ્તૃત માહિતી રજૂ કરતા જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માં ડિપોઝિટ ૬,ર૩૧ કરોડ, ધિરાણ ર,૮૧૭ કરોડ, ઈન્વેસ્ટમેન્ટ ર,૮૬૭ કરોડ, ગ્રોસ નફો ૧૩૩.૬૭ કરોડ, શેર મૂડી ૪૪.૪૧ કરોડ, રિઝર્વ ફંડ ૯પ૧.૯૬ કરોડ, કુલ સ્વભંડોળ ૯૯૬.૩૭ કરોડ અને સીઆરએઆર ૧ર ટકા હોવો જોઈએ તેને બદલે ખૂબ જ સારો અર્થાત્ ૧૮.રપ ટકા નોંધાયો છે. સતત ચાર વર્ષથી નેટ એનપીએ ઝીરો છે. પ્રાયોરિટી સેક્ટરમાં આર.બી.આઈ.ના નિયમ મુજબ ૬૦ ટકા ધિરાણ હોવું જોઈએ તેની સામે આપણે ૭ર.ર૧ ટકા ધિરાણ કર્યું છે. નાના ધિરાણના ખાતાઓ પ૦ ટકા હોવા જોઈએ તેની સામે આપણે ૭૯ ટકા છે. કુલ સભાસદો ૩,૩૭,૮ર૦ છે. સીડી રેશિયો ૬૧ ટકા છે. ડિજિટલ ચેનલના વ્યવહારો જોઈએ તો, ર,૩૮પ કરોડના આઈએમપીએસ, ૪,૭૦૩ કરોડના યુપીઆઈ, ૧૦ કરોડના બીબીપીએસ, ૧,૮ર૮ કરોડના એનએફટી-આરટીજીએસ મોબાઈલ એપ થકી, આપણી બેંકના કાર્ડના એટીએમમાં ર૬૧ કરોડના વ્યવહારો, આપણી બેંકના કાર્ડના અન્ય બેંકના એટીએમમાં ૩૭૩ કરોડના વ્યવહારો, અન્ય બેંકના કાર્ડના આપણા એટીએમમાં ૧૧૧ કરોડના વ્યવહારો, કેશ ડિપોઝિટ મશીનમાં પ૩૩ કરોડ જમા થયા અને ર૦ કરોડના ઈકોમ વ્યવહારો નોંધાયેલા છે.
આ સાધારણ સભામાં જીમ્મીભાઈ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેક્ટરગણમાંથી શૈલેષભાઈ ઠાકર (પૂર્વ ચેરમેન), નલિનભાઈ વસા (પૂર્વ ચેરમેન), જ્યોતીન્દ્રભાઈ મહેતા (પૂર્વ ચેરમેન), કલ્પકભાઈ મણિઆર (પૂર્વ ચેરમેન), ટપુભાઈ લીંબાસિયા (પૂર્વ વાઈસ ચેરમેન), ડાયાભાઈ ડેલાવાળા (પૂર્વ વાઈસ ચેરમેન), અર્જુનભાઈ શિંગાળા, હંસરાજભાઈ ગજેરા, દિપકભાઈ મકવાણા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઈ પારેખ, કીર્તિદાબેન જાદવ, ચંદ્રેશભાઈ ધોળકિયા, માધવભાઈ દવે, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, દિપકભાઈ બકરાણિયા, શૈલેષભાઈ મકવાણા, હરેશભાઈ ઠક્કર, હસમુખભાઈ હિંડોચા, હર્ષિતભાઈ કાવર, વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર-સીઈઓ) ઉપરાંત વિશાળ સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆતમાં ભારત માતા અને અરવિંદભાઈ મણિઆરની તસ્વીર સમક્ષ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. આભારદર્શન શૈલેષભાઈ ઠાકરે અને સરળ-સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial