Advertisement
Author: નોબત સમાચાર

લોનના હપ્તા ન ભરપાઈ થતાં બેંક દ્વારા પાઠવાયેલી નોટીસથી યુવાનનું વિષપાન

દ્વારકા શહેરમાં વૃદ્ધાએ અકળ કારણથી ખાઈ લીધો ગળાફાંસોઃ

જામનગર તા. ૧૮: જામનગરના ગોકુલનગર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા આસામીએ બેંક પાસેથી લોન મેળવ્યા પછી તેના હપ્તા ભરપાઈ ન થતાં બેંકે નોટીસ પાઠવી હતી. તે નોટીસ મળતા ટેન્શન અનુભવી રહેલા આ આસામીએ ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. ઓખામંડળના દ્વારકા શહેરમાં રહેતા વૃૃદ્ધાએ અકળ કારણથી પોતાના ઘરમાં ગળાટૂંપો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. ઉપરાંત આરંભડામાં પત્નીની હત્યા કરી ગળાફાંસો ખાઈ લેનાર યુવાનના મૃત્યુ અંગે પોલીસે મૃતકના કૌટંંુબિક સાળાનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના જનતાફાટક વિસ્તારથી ગોકુલનગર તરફ જવાના માર્ગ પર આવેલા રોઝી પેટ્રોલપંપ સામેના શાંતિ હાર્મની એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૧૦૦૧ માં વસવાટ કરતા રાજેશભાઈ મોતીરામ ખન્ના (ઉ.વ.૪૬) નામના યુવાને સોમવારે રાત્રે ત્રણેક વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.

આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ફરજ પરના તબીબોએ તેઓની તાકીદે સારવાર શરૂ કરી હતી. તેમ છતાં રાજેશભાઈને બચાવી શકાયા નથી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું છે. વધુમાં જાણવા મળ્યા મુજબ રાજેશભાઈએ બેંકમાંથી લોન મેળવી હતી. તે લોનના થોડા સમયથી હપ્તા ભરપાઈ નહીં થઈ શકતા બેંક દ્વારા તે માટેની નોટીસ પાઠવવામાં આવી હતી. તે નોટીસ મળતા સતત ટેન્શન અનુભવી રહેલા રાજેશભાઈએ સોમવારે રાત્રે ઝેરી દવા પી લીધી હતી. સિટી સી ડિવિઝનના પીએસઆઈ એમ.વી. દવેએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

દ્વારકા શહેરના રેલવે સ્ટેશન રોડ પર વિજય મીલ પાસે વસવાટ કરતા અજુબેન દેવશીભાઈ વાલવા (ઉ.વ.૮૦) નામના વૃદ્ધા સોમવારે રાત્રે જમ્યા પછી સાડા દસેક વાગ્યે પોતાના ઓરડામાં સૂવા માટે ગયા પછી ગઈકાલે સવારે બહાર નહીં આવતા તેમના પુત્ર અશોકભાઈ દેવશીભાઈએ માતાના ઓરડામાં જઈને તપાસ કરતા આ વૃદ્ધા છતમાં રહેલા પંખાના હુંકમાં સાડી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. અશોકભાઈ વાલવાએ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી દ્વારકા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ વૃદ્ધાની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના સુરજકરાડી ગામમાં આશાપુરા સોસાયટી પાછળ રહેતા વલૈયાભા મોમૈયાભા માણેક (ઉ.વ.૩૪) નામના હિન્દુ વાઘેર યુવાને સોમવારે સાંજે પોતાના પત્ની ભાવનાબેનની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા પછી પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે આરંભડામાં કૃષ્ણનગરમાં રહેતા વલૈયા ભાના કૌટુંબિક સાળા ભાવુભા મોડભા કેરનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી માટે ડીવાયએસપીને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh