Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦ વર્ષે યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ર૪, બેઠકો પર ર૧૯ ઉમેદવારોનું ભાવિ થશે નક્કીઃ ચૂસ્ત બંદોબસ્ત
શ્રીનગર તા. ૧૮: જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયા પછી બપોર સુધીમાં ૩૭ ટકા જેટલું સરેરશ મતદાન નોંધાયું હોવાનું જાણવા મળે છે. આ ચૂંટણીમાં ર૪ બેઠકો પર ર૧૯ ઉમેદવારો મેદાનમાં છે. પુલવામા, કુલગામ, કિશ્તવાડમાં મતદારોની લાંબી-લાંબી લાઈનો લાગી છે.મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ૧૦ વર્ષ પછી ચૂંટણી યોજાઈ રહી છે.
કલમ ૩૭૦ હટ્યા પછી પ્રથમ વખત અને દસ વર્ષ પછી જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં લોકો મતદાન કરવા માટે મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. આજે પ્રથમ તબક્કા હેઠળ ર૩.ર૭ લાખથી વધુ મતદારો ર૪,ર૧૯ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે સાત જિલ્લાની ર૪ વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમા કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયા, અને કુલગામ અને જમ્મુ વિભાગના ડોડા, રામબન અને કિસ્તવાર જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આજે મહેબુબા મુફ્તીની પુત્રી ઈલ્તિજા મુફ્તીની પણ પ્રથમ પરીક્ષા હશે. તે પ્રથમ વખત ચૂંટણીના રાજકારણમાં ઉતરવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં એક તરફ ભારતીય જનતા પાર્ટી છે, તો બીજી તરફ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટીઓ ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. પીડીપીએ આ ચૂંટણીઓ કોઈપણ પક્ષના સમર્થન વિના એકલા હાથે લડી છે.
મતદારોમાં મહિલાઓની સંખ્યા પણ ઘણી વધારે છે. દરમિયાન કોંગ્રેસના મહાસચિવ જીએ મીરે અનંતનાગના ડોરૂ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કર્યું. મીર પણ ડોરૂથી ગઠબંધનના ઉમેદવાર છે. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જંગ ભાજપ, કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ (એલાયન્સ), પીડીપી વચ્ચે હોવાનું માનવામાં આવે છે. ભાજપે જમ્મુની તમામ સીટો પર પોતાના ઉમદવારો ઊભા રાખ્યા છે. તો બીજી તરફ કાશ્મીરમાં માત્ર થોડા જ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ એનસી સાથે ગઠબંધનમાં છે અને તેણે મોટાભાગના ચહેરાઓને જમ્મુ ક્ષેત્રમાં ઉતાર્યા છે.
મહેબુબા મુફ્તીની પીડીપી બન્ને બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ ઉપરાંત અન્ય નાની પાર્ટીઓએ પણ સ્પર્ધાને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
પ્રથમ રાઉન્ડમાં સાત જિલ્લાની કુલ ર૪ બેઠકો માટે સવારે ૯ વાગ્યા સુધી અહીં ૧૧.૧૧ ટકા મતદાન નોંધાયું હતું. કિશ્તવાડમાં સૌથી વધુ ૧૪.૮૩ ટકા અને પુલવામા સૌથી ઓછું ૯.૧૮ ટકા મતદાન નોંધાયું હતું. આ તબક્કામાં ર૧૯ ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. પ્રથમ રાઉન્ડમાં જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાં અનંતનાગની સાત બેઠકો, પુલવામામાં ચાર, કિશ્તવાડ, કુલગામ અને ડોડામાં ત્રણ-ત્રણ અને રામબન અને શોપિયા જિલ્લાની બે-બે બેઠકોનો સમાવેશ થાય છે. કાશ્મીરની ૧૬ અને જમ્મુની ૮ વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. ખીણના પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, ઝેનાપોરા, શોપિયા, ડીએચ પોરા, કુલગામ, દેવસર, દુરૂ, કોકરનાગ (એસટી), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ, અનંતનાગ પૂર્વ અને પહેલગામમાં આજે મતદાન થઈ રહ્યું છે. તેવી જ રીતે જમ્મુના ઈન્દરવાલ, કિશ્તવાડ, પદાર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમી, રામબન અને અનિહાલ વિધાનસભા ક્ષેત્રોમાં આજે મતદાન થઈ રહ્યું છે. છેલ્લા અહેવાલો મુજબ બપોર સુધીમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સરેરાશ ૩૭ ટકા મતદાન થયું છે, અને લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે.
ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ પ્રથમ તબક્કામાં ૧૮ થી ૧૯ વર્ષની વયજુથના ૧.ર૩ લાખ યુવાનો મેદાનમાં છે. ૮પ વર્ષથી ઉપરના ૧પ,૭૭૪ વૃદ્ધો પણ આજે મતદાન કરી રહ્યા છે. તેવી જ રીતે આજે પ્રથમ તબક્કામાં ર૮,૩૦૯ વિક્લાંગ લોકો પોતાનો મત આપી શકશે. અધિકારીએ કહ્યું, શહેરી વિસ્તારોમાં ૩૦ર મતદાન મથકો અને ગ્રામીણ વિસ્તારોમાં ર,૯૭૪ મતદાન મથકો છે. દરેક મતદાન મથક પર પ્રિસાઈડિંગ ઓફિસર સહિત ચાર ચૂંટણી કર્મચારીઓ તૈનાત રહેશે. ચૂંટણી માટે ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial