Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ પદની ચૂંટણી માટે નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષસ્થાને ખાસ મિટિંગ યોજાઈ હતી.
આ મિટિંગમાં ચૂંટણી યોજાતા પ્રમુખપદે યાર્ડના વર્તમાન પ્રમુખ ચંદુબા પ્રતાપસિંહ જાડેજાની ફરી એકવાર બીનહરિફ વરણી કરવામાં આવી હતી.
આ મિટિંગમાં યાર્ડ દ્વારા આગામી સમયમાં આયોજનો અંગે જાણકારી આપવામાં આવી હતી.
જેમાં ધરમપુરમાં આર.ટી.ઓ. કચેરીની સામે સબયાર્ડ બનાવવા માટે ૧૦ એકર જમીન જંત્રીની પ૦ ટકા કિંમતમાં આપવા માટે બજાર સમિતિએ ગત્ વર્ષે કરેલ માંગણીને સરકારે સૈદ્ધાંતિક મંજુરી આપી દઈને ટોકન મની સ્વીકારે છે અને બધી પ્રક્રિયા પૂર્ણ થયેથી સબયાર્ડ માટે કામ શરૂ કરવાામં આવનાર છે. એવી જ રીતે રાજ્ય સરકારના સહકાર અને કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાંથી માત્ર બે માર્કેટ યાર્ડને મગફળી પ્રોસેસીંગ યુનિટ સ્થાપવા માટે પ૦ ટકા સહાય આપવાનો લક્ષ્યાંક હતો તે પૈકી એક ખંભાળિયા યાર્ડને ફાળવેલ છે જે આ બધાના ટીમવર્કનું પરિણામ છે.
ચૂંટણીની કાર્યવાહી દરમિયાન યાર્ડના તમામ ડીરેક્ટરો ઉપસ્થિત રહેલ જેમાં પ્રતાપસિંહ સીદુભા જાડેજા, જયંતિલાલ ડાયાલાલ નકુમ, ભીખુભા દજુભા જાડેજા, પ્રભાતસિંહ ગગુભા જાડેજા, ચાવડા પ્રભાતભાઈ કારૂભાઈ, મહાવિરસિંહ માનસંગજી જાડેજા, કરમુર વિરેનભાઈ એબાભાઈ, રૂડાચ પંકજભાઈ રાણચુરભાઈ, ગોજિયા બાબુભાઈ માલદેભાઈ, કણઝારિયા રામભાઈ ગોકરભાઈ, વિઠ્ઠલાણી અશોકકુમાર મંગલદાસ, નકુમ વિજયભાઈ હીરાભાઈ, કારિયા સીદાભાઈ દેવાણંદભાઈ, છૂછર પરબતભાઈ દેવાણંદભાઈ, સોઢા વિજયસિંહ જેઠુભા, સહકારી અધિકારી (બજાર) ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial