Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટાપુને ડમ્પિંગ સાઈડ કેવી રીતે બનાવી શકાય?
જામનગર તા. ૧૮: ઓખા મંડળમાં આવેલા બેટ દ્વારકામાં ફેલાવાતા પ્રદૂષણ અંગે જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. તે અરજી અન્વયે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે ટાપુ એવા બેટ દ્વારકામાં ડમ્પિંગ સાઈટ કેવી રીતે બનાવવામાં આવી? તેવો પ્રશ્ન પૂછી કચરાના નિકાલની કામગીરી એનજીઓને સોંપવા અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઓખામંડળ સ્થિત બેટ દ્વારકામાં પ્રદૂષણ ફેલાવવા અંગેની જાહેરહિતની અરજી રાજ્યની વડી અદાલતમાં કરવામાં આવી હતી. તે અરજી અન્વયે શરૂ થયેલી સુનાવણીમાં ઓખા નગરપાલિકાએ જણાવ્યું હતું કે, બેટ દ્વારકામાં સ્વચ્છતા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે માત્ર ડમ્પિંગ સાઈટ પર કચરો છે. તેનો પણ આગામી દિવસોમાં નિકાલ કરી નાખવામાં આવશે.
વધુમાં નગરપાલિકા તરફથી જણાવાયુંં હતું કે, સમગ્ર નગરપાલિકા વિસ્તારને ચાર ઝોનમાં વેચવામાં આવ્યો છે અને તેના મોનીટરીંગ, સફાઈ અંગેની કામગીરી સોંપી દેવામાં આવી છે. તેની સામે હાઈકોર્ટે ટકોર કરી હતી કે, વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૭માં પણ નોટિફિકેશન જારી થયા હતા તેમાંથી કંઈ કામ થયું નથી. બેટ દ્વારકા ટાપુ છે ત્યાં ડમ્પિંગ સાઈડ કેવી રીતે બનાવવામાં આવી તેવો પ્રશ્ન ખંડપીઠે પૂછ્યો છે. તે ઉપરાંત કચરાના નિકાલની કામગીરી એનજીઓને આપવા ઓખા નગરપાલિકાની રજૂઆત સામે પણ હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial