Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૧૮: દિલ્હીમાં ૩ માળનું મકાન ધરાશાયી, ૧પ થી વધુ લોકો દટાયાની આશંકા સાથે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું છે.
દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે જનજીવન ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે, ત્યારે કરોલ બાગ વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઈમારતનો અમુક હિસ્સો પત્તાના મહેલની જેમ તૂટી જતાં તેની નીચે ૧પ જેટલા લોકો દટાયા હોવાની આશંકા છે. દુર્ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ સાથેની ટીમ બચાવ કામગીરી હાથ ધરી છે. દિલ્હીના આંબેડકર ગલી હીલ માર્કેટ વિસ્તારમાં આ ઘટના બની હતી. લેટેસ્ટ અપડેટ અનુસાર આ દુર્ઘટના પછી તાત્કાલિક ધોરણે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આજે સવારે ૯.૧૧ વાગ્યે ઈમારત ધરાશાયી થવાની જાણ થઈ હતી.
અગાઉ પણ ભારે વરસાદના કારણે દિલ્હીના મોડલ ટાઉનમાં રિનોવેશન માટે તોડી પાડવામાં આવેલી જર્જરીત ઈમારત અચાનક ઢળી પડતાં ત્રણ લોકો ઘાયલ થયા હતાં. આ ઘટનાનો ઉલ્લેખ કરતા દિલ્હીના પદોનિત મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, કરોલ બાગ વિસ્તારમાં મકાન પડવાની આ ઘટના ખૂબ જ દુઃખદ છે. મેં જિલલા અધિકારીને ત્યાં રહેતા લોકો અને પીડિતો માટે શકય તેટલી મદદ કરવાનો આદેશ આપ્યો છે. જો કોઈને ઈજા થઈ હોય તો મદદ કરો અને આ અકસ્માતના કારણો શોધો. આ વર્ષે ઘણો વરસાદ થયો છે. હું દિલ્હીના તમામ લોકોને અપીલ કરું છું કે બાંધકામ સંબંધિત અકસ્માતો ટાળો. જો તમને કોઈ શંકા હોય તો, તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરો. અને કોર્પોરેશન, સરકાર તાત્કાલિક મદદ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial