Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના વેપારીએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૧૮: જામનગરમાં પેઢી ચલાવતા એક આસામીએ પોતાના કાયમી ગ્રાહકોને ગોવાની ટુર કરાવવા માટે ચાર વર્ષ પહેલાં અમદાવાદની એક પેઢી મારફત ટુર નક્કી કરી હતી અને અમદાવાદના એક આસામીએ એરલાઈન્સના ભાડા પેટે રૂ.૧૭,૪૮,૧૨૦ વસૂલી લીધા હતા. તે પછી અમદાવાદ સ્થિત પેઢીએ ટુર કેન્સલ કરી નાખી હતી અને ભાડાની રકમ પરત આપી ન હતી. તેથી જામનગરના વેપારીએ છેતરપિંડી આચરવા અંગે અમદાવાદની પેઢીના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા જકાત નાકા નજીક સિતારામ સોસાયટીમાં વસવાટ કરતા અને આરાધ્ય સેલ્સ એજન્સી નામની પેઢી ચલાવતા મુકેશભાઈ તારાચંદભાઈ શાહ નામના વેપારીએ પોતાના કાયમી ગ્રાહકોને ઓફરનો લાભ આપી અમદાવાદથી ગોવાની ટુરનું પેકેજ ઓફર કર્યું હતું.
આ આસામીને અમદાવાદ સ્થિત ડ્રીમ હોલીડે નામની પેઢી વાળા આનંદ સોનીનો સંપર્ક કર્યાે હતો. આ આસામીએ મુકેશભાઈની એજન્સીના ગ્રાહકોને ગોવાની ટુર માટે પ્લેનની મુસાફરી ઓફર કરી હતી અને તે માટે ભાડુ ઠેરવ્યું હતું. તે મુજબ વર્ષ ૨૦૨૦માં મુકેશભાઈએ આનંદ સોનીને રૂ.૧૭,૪૮,૧૨૦ ચૂકવી આપ્યા હતા.
ઉપરોક્ત ટુર માટે હવાઈ મુસાફરી એડજસ્ટ કરવાની બદલે આનંદ સોનીની પેઢી ડ્રીમ હોલીડેએ તે ટુર કેન્સલ કરી નાખી હતી. ત્યારપછી મુકેશભાઈએ ચૂકવેલી રકમ પરત માંગી હતી પરંતુ આનંદે તે રકમ આટલા વર્ષાે સુધી પરત નહીં આપતા આખરે મુકેશભાઈ એ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી કલમ ૪૨૦ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial