Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકસીયને ખુલાસા કર્યા... ના.કા.ઈ.ની હડિયાપટ્ટી !
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિવૃષ્ટિ પછી અવિરત વીજધાંધિયાને લઈને સાંસદ પૂનમબેન માડમ, મંત્રી મૂળુભાઈ બેરા અને કલેકટરે તંત્રને કડક સૂચનાઓ આપતા પીજીવીસીએલની ટીમો દોડતી થઈ હતી ખેડૂતોને પણ સમજાવાયા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના કેશોદ, ભીંડા, ઠાકરશેરડી વિગેરે ગામોમાં વીજ ધાંધીયા સતત રહેતા આ બાબતે રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાને અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા સ્થિતિ અંગે જાણ કરાતા તેમના દ્વારા તંત્રને તાકીદે પ્રશ્ન હલ કરવા સૂચના અપાઈ હતી. આ બાબતે જામનગર સુપ્રિ. ઈજનેર પીજીવીસીએલ, એન.એન. અમીનને પણ રજુઆત થતાં તેમના દ્વારા પણ દ્વારકા જિલ્લા તંત્રને સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રશ્ન હલ કરવા બે દિવસથી મથતા કાર્યપાલક ઈજનેર ખંભાળીયા બી.વી. ગોજીયાએ જણાવેલ કે આ ફીડર ઓવરલોડ થવાથી જ બંધ થાય છે. જેવો પાવર શરૂ થાય કે તુરત જ એક સાથે તમામ મોટરો શરૂ થાય છે જેમાં ઓવરલોડ થતાં ૩૦૦ એમ્પીયરથી વધુ થતાં જંપરો ઉડી જવા વીજ વાયરો તુટવાની ઘટનાઓ બને છે. ગઈકાલે આ ફીડર પર ૩૧ર સુધી એમ્પીયર થયા હતા પછી વાયરો તુટ્યા હતા તથા જંપર ઉડ્યા હતા. જો રેગ્યુલર જેમને જેટલું કનેકશન છે એટલા જ હોર્સપાવર વાપરે તો ઓવરલોડ ના થતાં કયાંય વીજ પુરવઠો ખોરવાઈ નહીં તથા લાઈનો ચાલુ રહે.
રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન તથા જિલ્લા કલેકટર પંડ્યા તથા સુપ્રિ. ઈજનેર અમીનની સૂચના ્દ્વારા એસ.પી. પરમાર ડેપ્યુટી ઈજનેર આખો દિવસ આ લાઈનના સમારકામમાં લાગ્યા હતા તથા ભાડથર, ભીંડા કે અન્ય જગ્યાએથી વૈકલ્પિક વીજ પુરવઠો આવે છે કે કેમ તેની શકયતાઓ પણ તપાસી હતી.
થ્રી ફેઝ ના મળતા સીંગલ
ફેઝ ચાલે છે !!
હાલ ઓવરલોડ થતાં થ્રી ફેઝમાં પ્રશ્ન થતો હોય તથા ખેડૂતો પાક બચાવવા પાણી મેળવવા ગમે તે કરવા તૈયાર હોય સીંગલ ફેેઝની મોટરો ડટ્ટા મારીને ચાલુ કરતા એક ફેઝમાં ૯૦ એમ્પીયરને બીજામાં ર૯૦ એમ્પીયરની સ્થિતિ સીંગલ ફેઈઝમાં પણ થઈ હતી.
ખેડૂતો સાથે ચર્ચા
ડે. ઈજનેર એસ.પી. પરમાર દ્વારા કાર્ય. ઈજનેર બી.વી. ગોજીયાના માર્ગદર્શન સાથે ખેડૂતો આગેવાનોને સમજાવીને વારાફરતી વીજળી વાપરીને વીજ પુરવઠો નિયમિત રહે તે માટે સમજુતી કરીને આજથી ફરી રેગ્યુલર વીજ પુરવઠો શરૂ કરવા પ્રયત્નો થયા છે.
ફીડરમાં તમામ એક સાથે વીજળી વાપરે તેના બદલે ૬૦-૭૦ ટકા વાપરે પછી ૩૦-૪૦ ટકા પછી વાપરે તેવું ગોઠવીને આ વીજ ફોલ્ટ પૂર્વવત રહે તથા ખેડૂતોના પાક પાણીના અભાવે ના સુકાય તે માટે પીજીવીસીએલનું સમગ્ર તંત્ર પ્રયત્નશીલ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial