Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં
ખંભાળીયા તા. ૧૮: જનરલ હોસ્પિટલ, જામ ખંભાળીયામાં તા. ર૯ ના આંખ વિભાગની ઓપીડીમાં ભરાણા ગામના સંદિપ નામના ૧૦ વર્ષના બાળકનો કેસ ગંભીર હાલતમાં આવેલ હતો. આ બાળકને ગામમાં રમતા રમતા લાકડાનો કટકો આંખમાં વાગેલ હતો, જેના દ્વારા આંખની અંદર સુધી પહોંચીને કીકી તથા નેત્રમણીને નુકસાન પહોંચેલ હતું. આ ગંભીર ઈજાની પરિસ્થિતિને લીધે બાળકની દૃષ્ટિ જોખમમાં મૂકાઈ હતી.
ખંભાળીયા જિલ્લા હોસ્પિટલમાં આંખ વિભાગમાં ફરજ બજાવતા ડો. ઉત્સવ પડિયા અને ટીમ દ્વારા બાળકની દૃષ્ટિ બચાવવા બે તબક્કામાં ઓપરેશનો કરવામાં આવ્યા હતાં, જેમાં પ્રથમ કીકીનું ઓપરેશન અને બીજા તબક્કામાં નેત્રમણિનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ બે મોટા અને જટીલ ઓપરેશન દ્વારા બાળકની દૃષ્ટિ બચાવવા માટે ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. બાળક અને પરિવારે પણ આ માટે આભાર વ્યકત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial