Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધદરિયે માછીમારને હૃદયરોગનો હુમલોઃ
જામનગર તા. ૧૮: જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયે આવેલી હોટલમાં સોમવારે રાત્રે સાફસફાઈ કરી રહેલા વેઈટરને ઓવનમાંથી વીજ આંચકો લાગતા તેનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ઓખાના દરિયામાં માછીમારી કરી રહેલા માછીમારને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.
જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં નેપાળ દેશના પોખરા રાજ્યના બાંગલુંગ જિલ્લાના વતની અનિલ હુમબહાદુર થાપા ઉર્ફે સુનિલ (ઉ.વ.૨૦) નામના કર્મચારી સોમવારની રાત્રે બારેક વાગ્યે હોટલ બંધ થયા પછી રસોડામાં સફાઈકામ કરી રહ્યા હતા.
આ વેળાએ એક પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા ઓવનને અનિલ થાપાનો હાથ અડકી જતાં તેણે જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. હોટલમાં હાજર અન્ય કર્મચારીઓએ ફેંકાઈ ગયેલા અનિલને સારવાર માટે જોડીયાની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરતા જોડીયા પોલીસને જાણ કરવામાં આવી છે. મૃતકના મોટાભાઈ મીનબહાદુર થાપાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામના વતની મનસુખભાઈ મેઘાભાઈ સોલંકી (ઉ.વ.૪૪) નામના યુવાન ભવાની-૧૫ નામની બોટમાં માછીમારી કરવા જતા હતા. આ બોટ સોમવારે દરિયામાં રવાના થયા પછી ૩૬ નોટીકલ માઈલ દૂર પહોંચી હતી ત્યારે મનસુખભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. સાથી માછીમાર હેમલ રામાભાઈ બામણીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial