Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાશનકાર્ડ ધારકોએ કતારમાં ઉભવું ન પડે અને પારદર્શક વિતરણ થાય તે માટે
ભાવનગર તા. ૧૮: ભાવનગરથી ગુજરાત રાજ્યમાં અન્નપૂર્તિ એટીએમની શરૂઆત કરવામાં આવી છે, જેના દ્વારા થમ્બ ઈમ્પ્રેશનથી રાશનકાર્ડ ધારકોને પારદર્શક રીતે અનાજ મળી શકશે.
દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રાશનની દુકાન દ્વારા અનાજ અપાઈ રહ્યું છે, ત્યારે આ સુવિધાને વધુ આધુનિક બનાવવા માટે રાજ્યમાં પ્રથમ વખત અન્નપૂર્તિ એટીએમનો પ્રારંભ કરાવ્યો છે. રેશનકાર્ડ ધારકોને ર૪ કલાકમાં કોઈપણ સમયે લાઈનમાં ઊભા રહ્યા વગર અનાજ મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં આ અત્યાધુનિક સુવિધાનો પ્રારંભ થયો છે.
આમ તો રાજ્યભરમાં અનેક સસ્તા અનાજની દુકાનો આવેલી છે. ઘણી વખત અનાજ મેળવવા માટે તારીખોની રાહ જોવી પડે છે, તો ક્યારેક ક્યારેક લાંબી લાઈનમાં પણ ઊભું રહેવું પડેછે, ત્યારે સરકારે રાશનકાર્ડ ધારકોને વધુ સરળ અને અત્યાધુનિક સુવિધા આપવા માટે આ પહેલનો પ્રારંભ કરાવ્યો છે.
સરકાર દ્વારા સ્માર્ટ એફ.પી.એસ. પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કરચલિયાપરામાં અન્નપૂર્તિ અનાજ એટીએમ (ગ્રેઈન એટીએમ) નો પ્રારંભ કરાવ્યો છે.
આ અન્નપૂર્તિ એટીએમ ર૪ કલાક કાર્યરત રહેશે અને જેમ લોકો એટીએમમાંથી ચોવીસ કલાક નાણા ઉપાડી શકે છે, તેવી રીતે થંબ સિસ્ટમ સાથે જોડાયેલા કોઈપણ રેશનકાર્ડધારકો થમ કરીને મળવા પાત્ર એટીએમથી અનાજ મેળવી શકશે. ભારત સરકાર દેશના ૮૦ કરોડ લોકોને મફત રાશન આપી રહ્યું છે, ત્યારે સામાન્ય, ગરીબ અને શ્રમિક પરિવારના અનેક રાશનકાર્ડ ધારકોને કામ પર જતા હોવાથી સમયનો અભાવ હોય છે. ત્યારે હવે તેઓ પોતાના અનુકૂળ સમય મુજબ સ્થળ પરથી પોતાનું રાશન મેળવી શકશે.
આ એટીએમથી રાજ્ય ઉપરાંત પરપ્રાંતિય નોંધાયેલા લોકો પણ અનાજ મેળવવાના પાત્ર રહેશે. તેમજ કોઈપણ રેશનકાર્ડધારકને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે. ભાવનગરમાં એટીએમ લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યારે એક મહિલાને રાશન પણ આપવામાં આવ્યું હતું તેમજ એટીએમ મશીનનું મહાનુભાવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે રાજ્યમાં સૌ પ્રથમ આવા અન્નપૂર્તિ મશીનનો ભાવનગરમાં પ્રારંભ થતા લોકોએ રાજ્ય સરકારના કામની સરાહના કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial