Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ચર્ચા જાગી
મહેસાણા તા. ૧૮: મહેસાણામાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાનું કથિત કૌભાંડ સામે આવ્યું છે, જેમાં વિસનગરની હોસ્પિટલમાં ઈન્જેક્શન લેવા ગયેલ દર્દીને સભ્ય બનાવ્યો હતો. તેમાં દર્દી પાસે ઓટીપી નંબર માંગતા ભાંડો ફૂટ્યો છે. દર્દીને જાણ થતા દર્દીએ હોબાળો મચાવ્યો હતો. સિવિલના કર્મીનો માફી માગતો વીડિયો ફરતો થયો હોવાની ચર્ચા છે.
મહેસાણાના વિસનગરની સિવિલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં સિવિલમાં ઈન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દીધો હતો. દર્દી પાસે મોબાઈલ નંબર માગી ઓટીપી માગવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો. જેમાં દર્દીને જાણ થતા દર્દીએ હોબાળો મચાવ્યો હતો. તેમાં સિવિલના કર્મીનો માફી માગતો વીડિયો ફરતો થયો છે.
મળતી વિગતો મુજબ એક દર્દીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
મીડિયા અહેવાલો મુજબ થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરમાં પણ ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું હતું, જેમાં વઢવાણની સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાયા હોવાની ચર્ચા હતી. અણીન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને સભ્ય બનાવ્યા હતાં. તેમાં વિદ્યાર્થીઓને ઘરેથી મોબાઈલ લઈને શાળામાં આવવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં ખોટી વાહવાહી લૂંટવા માટે સ્થાનિક આગેવાનોની કરતૂત સામે આવી હતી. જેને લઈને સ્થાનિક આગેવાનો સભ્ય બનાવવામાં ભાન ભૂલ્યા હતાં. જેમાં શિક્ષક અને આપના આગેવાનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે સ્માર્ટ ટીવી દ્વારા અભ્યાસની એપ માટે મોબાઈલ મગાવવામાં આવ્યો હતો. શિક્ષકે જણાવ્યું હતું કે શાળામાં પોલિટિકલ પ્રવૃત્તિ થતી નથી, જો કે શિક્ષકે સભ્યો બનાવ્યા એ પણ રજા પર ઉતરી ગયા હતાં અને સક્રિય સભ્યના કાર્ડ બન્યા એ તમામને ઘરે મોકલી દેવાયા હતાં. ત્યારે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને વઢવાણના અણીન્દ્રા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવતા વિવાદ સર્જાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial