Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના દડિયા ખેડૂત ભાવેશ નંદા કહે છે કે...
જામનગર તા. ૧૮: પ્રાકૃતિક આભૂષણોથી ભરપૂર જામનગર જિલ્લાના ખેડૂતોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે, રાસાયણિક ખાતરોના દુષ્પ્રભાવથી જળ-જમીન અને ખોરાકને બચાવવા છે. આ વાતની પ્રતીતિ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ તરફ પુનઃ પ્રયાણ કરતા યુવા ખેડૂતોને જોઈને થઈ રહી છે. જામનગર તાલુકામાં આવેલ દડિયા ગામના ખેડૂત ભાવેશભાઈ નંદા પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે, જેને પગલે આજે તેમને મબલક ઉત્પાદન મળે છે અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે.
ભાવેશભાઈએ કહ્યું કે બાગાયત વિભાગ તરફથી સહાય પ્રાપ્ત થઈ છે, જેને પગલે ખર્ચ ઘણો નહિંવત્ બની ગયો છે. વર્ષ ર૦૧૯ થી હું ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરૂ છું. જેના પગલે મેં આગળ જતા ભૂમિ પ્રાકૃતિક ફાર્મની સ્થાપના કરી છે. હું ઓર્ગેનિક પદ્ધતિથી નિર્મિત ખેત પેદાશો, અનાજ, કઠોળ વગેરેનું વેંચાણ કરૂ છું, જેનો મને લોકો તરફથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. હું વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો થકી ગ્રાહકો સુધી પહોંચી શક્યો છું. હાલમાં અમારો મુખ્ય પાક હળદર છે. અમે હળદરને પીસીને તેનો પાવડર બનાવીએ છીએ અને તેનું વેંચાણ કરીએ છીએ. હળદરનો પાવડર બનાવવા માટે હું પ્રોસેસિંગ પલાન્ટનો ઉપયોગ કરૂ છું.
ભાવેશભાઈએ ઉમેર્યું હતું કે, નાયબ બાગાયત નિયામકની કચેરી, જામનગરના સહયોગ થકી અમને હળદરના પ્રોસેસિંગ યુનિટ માટે મને રૂ. ૯૪,૬૯પ ની સહાય પ્રાપ્ત થઈ છે. સહાય મળવાના લીધે હળદરનું પ્રોસેસિંગ ખૂબ સરળ બન્યું છેઅને સમય, શ્રમ અને નાણાની બચત થઈ છે.
આમ, જામનગર જિલ્લાના ખેડૂતો હવે એક ડગલું આગળ વધી રાસાયણિક ખાતરો દવાઓના ઉપયોગથી દૂર થઈ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને બાગાયત વિભાગના સહયોગ થકી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને લાભાન્વિત બની રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial