Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોપારીના વેપારીએ નોંધાવી છે રાવઃ
જામનગર તા. ૧૮: જામનગરમાં સોપારીનું વેચાણ કરતી એક પેઢી પાસેથી એક આસામીએ રૂ.પ લાખ ઉપરાંત રકમની સોપારી ઉધારમાં ખરીદ્યા પછી આપેલા ચેક બેંકમાંથી પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરમાં સોપારીના વ્યવસાય સાથે સંકળાયેલા બિપીનભાઈ તુલસીદાસ વિઠ્ઠલાણી પાસેથી રૂ.૫ લાખ ૨૧,૪૩૨ની કિંમતની સોપારી ભાવિક દિનેશભાઈ રાઠોડે ખરીદ્યા પછી તે રકમની ચૂકવણી માટે કેટલાક ચેક આપ્યા હતા.
તે ચેક શ્રીરામ ટ્રેડર્સ નામની પેઢીના બેંક ખાતામાં જમા કરવામાં આવતા પરત ફર્યા હતા. તેથી પેઢીવાળા બિપીનભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial