Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને
જામનગર તા. ૧૮: ગુજરાતના કેબીનેટ મંત્રી અને કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયાની સાથે જામનગર જિલ્લા સમસ્ત કોળી સમાજના આગેવાનોની મિટિંગ યોજાઈ હતી. મંત્રીનું ઢોલનગારા અને આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રજુ થયેલા પ્રશ્નો સાંભળી તેના ઉકેલ માટે સૂચના આપી હતી. જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના જિલ્લા પ્રમુખ રાણાભાઈ સરવૈયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કોળી સમાજને વધુ શિક્ષિત થવા, સંગઠન મજબૂત કરવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન ગુજરાતી તથા શહેર મહિલા પ્રમુખ દયાબેન પરમારની વરણીની જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રવજીભાઈ પરમાર, કોળી સમાજના પ્રમુખ નરસીભાઈ રોરીયા, ઉપપ્રમુખ વનરાજભાઈ પરજીયા, રસીકભાઈ તંબોલીયા, કર્મચારી મંડળના પ્રમુખ બી.એ. ડાકી અન્ય હોદ્દેદારો, આગેવાનો તથા કોળી સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. આભારદર્શન વી.એ. ડાકીએ તથા સંચાલન પ્રદેશ મહામંત્રી સુભાષભાઈ ગુજરાતીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial