Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વર્ષે મખ્યત્વે તુવેર, કપાસ, દીવેલા, સોયાબીન, મગફળી વવાયા
જામનગર તા. ૧૮: જામનગર જિલ્લામાં ખેતીવાડી અધિકારી આર.એસ. ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન મળી રહે, તેઓ વિવિધ કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત બને, વાવેતર વધુ થાય, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સુચારૂ આયોજન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં વર્ષ ર૦ર૪-રપ દરમિયાન ખરીફ સીજનમાં ખેડૂતોએ જંગી પ્રમાણમાં વાવેતર કર્યું છે. જામનગર જિલ્લામાં છેલ્લા ૩ વર્ષની સરેરાશ જોઈએ તો ૩,૪૬,૧૬૪ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
આ વર્ષે ૩,૪૭,૭૭ર જેટલા હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ વાવતેર કર્યું છે. જે વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો સૂચવે છે. જિલ્લામાં આ વર્ષે મુખ્યત્વે તુવેર, કપાસ, દીવેલા, સોયાબીન, મગફળી વગેરેનું મહત્તમ વાવેતર થયું છે. જિલ્લામાં વિવિધ પાકોમાં થયેલા વાવેતરના આંકડા જોઈએ તો તુવેર પાકમાં ૪૮૩૦, મગ પાકમાં ૧૦૯૯, અડદ પાકમાં ૧૬૩૭, મગફળી પાકમાં ૧,૮ર,૪૧૭, તલ પાકમાં ૧૧૬૪, દીવેલા પાકમાં ૩૦ર૧, સોયાબીન પાકમાં પ૯૯૬, કપાસ પાકમાં ૧,૩૧,પપ૪, લીલા ઘાસચારા પાકમાં ૧૦,ર૦૦ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં કુલ ખેડવાણલાયક વિસ્તારનું માપ ૩,૬૧,પ૩૩ હેક્ટર વિસ્તાર છે. તેની સામે ૯પ.પ૭ ટકા હેક્ટર વિસ્તારમાં આ વર્ષે વાવેતર કરવામાં આવ્યું છે, જે જામનગર જિલ્લાની કૃષિ ક્ષેત્રની પ્રગતિ સૂચવે છે. તાજેતરમાં સમગ્ર હાલાર પંથકમાં ભારે વરસાદના પગલે ખેડૂતોને ઘણું નુક્સાન થયું હતું, જેના અનુસંધાને જિલ્લા ખેતીવાડી અધિકારી રિતેશ ગોહિલે જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં તાજેતરમાં સર્જાયેલા અતિવૃષ્ટિના પગલે દરેક તાલુકામાં નાના-મોટા પ્રમાણમાં નુક્સાન સર્જાયું હતું. જે અન્વયે રાજ્ય સરકારની સૂચના અનુસાર સર્વે કામગીરી માટે ૪૭ ટીમની રચના કરવામાં આવી છે. તેઓ દ્વારા ફિલ્ડમાં જઈને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં પ૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે.
જામનગરના અમુક વિસ્તારોમાં નુક્સાનીનું પ્રમાણ વધુ જણાયું છે. તેથી આસપાસના જિલ્લામાંથી ગ્રામસેવકોની ટીમને કામગીરીમાં જોડવામાં આવ્યા છે. તેમજ જે-તે ગામના સરપંચ, તલાટી-કમ-મંત્રી, ગામસેવક અને તાલુકા કક્ષાના નોડલ અધિકારીની હાજરીમાં ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવે છે. અતિવૃષ્ટિ હોવા છતાં પણ ખેડૂતોની સમયસૂચક્તા, ખેતીવાડી વિભાગના સતત પ્રયાસો અને દૂરંદેશીના પગલે વાવેતરમાં ભારે નુક્સાન થતા અટકાવી શકાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial